આમ આદમી પાર્ટીના એક દિવસના પ્રતિક ઉપવાસ, 20ની અટકાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછા ઝોનના પાર્કિંગમાં ધરણા યોજ્યા - Divya Bhaskar
વરાછા ઝોનના પાર્કિંગમાં ધરણા યોજ્યા
  • મનુષ્ય વધનો ગુનો દાખલ કરવાની માંગ
  • વરાછા ઝોનમાં પાર્કિંગમાં આપના ધરણા

સુરતઃ સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગવાથી 22ના મોતના પગલે આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. વરાછા ઝોનમાં પાર્કિંગમાં આમ આદમી પાર્ટીના ધરણા સાથે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. અને સુરત મનપા અને DGVCL અને ફાયરના જવાબદાર અધિકારીઓ સામે મનુષ્ય વધનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. જેથી આમ આદમી પાર્ટીના 20 જેટલા કાર્યકર્તાઓની વરાછા પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ તમામને વરાછા મનપા ઝોન કચેરી ખાતેથી વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.