ભરૂચ / કતલખાને લઇ જવાતી 26 ભેંસોને ઝઘડિયા પોલીસે બચાવી, 4 આરોપીની ધરપકડ

divyabhaskar.com

May 16, 2019, 07:13 PM IST
26 buffaloes rescued from slaughter house and arrested four accused near zagdiya

ભરૂચઃ ઝગડિયા તાલુકાના સેલોદ ગામ પાસેથી પસાર થતા બે ટેમ્પામાં કતલખાને લઇ જવાતી 26 જેટલી ભેંસોને પોલીસે બચાવી લીધી છે. ઝગડિયા પોલીસે 26 ભેંસો, બે ટેમ્પા, મોબાઇલ મળી 19.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને પોલીસે બે ટેમ્પો ચાલાક અને બે ક્લિનરની ધરપકડ કરી છે,

કતલખાને લઇ જવાના ઇરાદે ભેંસોને ખીચોખીચ ટેમ્પામાં ભરી હતી
ઝગડિયા પોલીસ ઝગડિયા જીઆઈડીસીમાં પેટ્રોલિંગમાં કરી રહી હતી, તે સમયે સેલોદ ગામ પાસેથી બે ટેમ્પા પસાર થતા હતાં. બંને ટેમ્પાને ઉભા રાખીને પોલીસે તપાસ કરી હતી. જેમાં એક ટેમ્પામાં 14 અને બીજા ટેમ્પામાં 12 ભેંસો ભરેલી હતી. બંને ટેમ્પાના ચાલકોએ કતલખાને લઇ જવાના ઇરાદે ભેંસોને ખીચોખીચ ટેમ્પામાં ભરી હતી. અને તેમની પાસે પશુઓ રાખવાની પાસ પરમીટ મળી ન હતી. પોલીસે ઇમરાન ઇસાક ડેમા, શકીલ સલીમ પટેલ, નિઝામ મોહમ્મદ દીવાન અને ઇનામુલ ઇસ્માઇલ પટેલની ધરપકડ કરી છે અને તેમની વિરૃદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
26 buffaloes rescued from slaughter house and arrested four accused near zagdiya
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી