અત્યાચાર / દાદરાની કંપનીમાં ચોરીની આશંકાએ 2 સફાઇ કર્મી મહિલાને સંચાલક-મેનેજરે ગુપ્તાંગ પર ડામ આપ્યા

મહિલાઓને માર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ
મહિલાઓને માર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ

  • કંપનીના CCTV ચેક કરતા ચોરીનો સામાન મળી ગયો છતાં મહિલાઓ પર ત્રાસ ગુજારાયો
  • બંને મહિલાને  જંગલમાં લઇ જઇ અન્ય ઇસમો પાસે ગેંગરેપ કરાવવાની ધમકી પણ આપી
  • મહિલાઓને હોસ્પિટલમાં ખસેડી કંપની સંચાલક અને મેનેજરની ધરપકડના ચક્રો ગતિમાન

DivyaBhaskar.com

May 15, 2019, 10:38 AM IST

સુરતઃ દાદરા નગર હવેલીના દાદરા ગામે દેમણી રોડ પર આવેલી એક કંપનીમાં સંચાલક અને મેનેજર દ્વારા મહિલા કર્મચારીઓ પર ચોરીની શંકા રાખી માનસિક અને શારીરિક અત્યાચાર કર્યો હોવાનુ પ્રકાશમાં આવ્યુ છે. કંપની સંચાલક અને મેનેજરના અત્યાચારનો ભોગ બનેલી વાપી ડુંગરાની બંને મહિલાને ડુંગરાના એક સામાજીક કાર્યકરે સેલવાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા બાદ પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા

દાદરા ગામના દેમણી રોડ પર આવેલી વાયર બનાવતી હાઇ લાઈન કંપનીમાં બે દિવસ પહેલા કંપની સંચાલક દીક્ષિત માંગીલાલ જીરાવાલા રહે વાપી અને મેનેજર દીપેન્દ્ર ઉર્ફે દીલીપ રાય રહે દાદરા. જેઓએ કંપનીમાં સફાઈ કામ કરતી મહિલા મમતા જયસ્વાલ અને માયા જય સ્વાલ બંને રહે ડુંગરા,વાપી પર ચોરીની શંકા વ્યક્ત કરી હતી. પ્રથમ બન્નેની પૂછપરછ કરી ત્યારબાદ પોલીસ સ્ટેશને લઇ ગયા હતા,જ્યાં પીએસઆઇ છાયા ટંડેલે બન્ને મહિલાઓને પ્રાથમિક પૂછપરછ કરી અને કંપનીમાં જઇ અન્ય કર્મચારીઓની પૂછપરછ કરી કંપનીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં બંને મહિલા નિર્દોષ હોવાનું અને જે માલ ચોરાયો હોવાની શંકા હતી તે માલ કંપની બહાર કચરાપેટીમાંથી મળી આવ્યો હતો.જેનો કબ્જો પોલીસે લઇ પરત ચોકી પર આવ્યા હતા. જ્યાં પોલીસે માયા અને મમતાને હૈયા ધરપત આપી હતી કે, તમને હું જ્યાં સુધી ન જણાવું ત્યાં સુધી નોકરી પર નહીં આવતા, પગાર ઘરે પહોંચાડી દઈશુ.જેથી બન્ને મહિલાઓ પોતાના ઘરે ડુંગરા વાપી ખાતે જતી રહી હતી.

કારમાં બેસાડી જંગલમાં લઈ ગયા

કંપની સંચાલકે પણ પોલીસને જણાવ્યું કે અમારે કોઈ જ ફરિયાદ નથી કરવી. બીજા દિવસે બન્ને મહિલાઓ નોકરી પર ન આવતા કંપની માલિક દીક્ષિત અને મેનેજર દીપેન્દ્ર આ બંને મહિલાઓના ઘરે ગયા હતા અને બંનેને સમજાવી કંપનીમાં લઇ આવ્યા હતા. ત્યારબાદ બંનેને જણાવ્યુ કે, જે માલસામાન બહાર પડયો હતો તે તમે લોકોએ જ બહાર ચોરી કરી ફેંક્યો હતો. તેમ કહીં કંપની સંચાલક દીક્ષિતે મેનેજરના હાથમાં જાડી લાકડી આપી અને આ બન્ને મહિલાને ફટકા મારવાનું શરૂ કર્યું હતું. અને વીજકરંટ પણ આપ્યો હતો ત્યારબાદ કારમાં બેસાડી દુર જંગલમાં લઇ ગયા હતા. જ્યાં કારમાં પણ મારવાનું ચાલુ રાખ્યું હતું.

ગેંગરેપ કરાવવાની ધમકી આપી

ધમકી પણ આપી હતી કે, અમે લોકો બીજા ચારપાંચ જણાને અહીં બોલાવી તમારી પર દુષ્કર્મ કરાવી અહીં જ છોડી મુકીશું તમે લોકોને મોઢુ દેખાડવાની પણ શરમ આવશે. જો કોઈને પણ જાણ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી 30 રૂપિયા રિક્ષા ભાંડુ આપતા બંને મહિલા રિક્ષામાં એમના ઘર પાસે પરત આવી હતી. આ ઘટના અંગે સ્થાનિક સામાજીક કાર્યકર્તા ઐતિકા હકીમુલ્લા શાહ રહેવાસી ડુંગરા પીરમોરાને થતા તેમણે તાત્કાલિક આ મહિલાઓના ઘરે પહોંચી ઘટના અંગેની જાણકારી મેળવી હતી. બન્ને મહિલાને સેલવાસ સિવિલમાં સારવાર અર્થે દાખલ કરી હતી.આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

સોલ્ડરીંગ મશીન વડે ગુપ્તાંગ પર ડામ આપ્યા

ભોગ બનનાર મહિલાએ જણાવ્યું હતું કે, કંપનીના માલિક દીક્ષિત અને મેનેજર દીલીપ અમને કારમાં બેસાડી કંપનીમાં લઇ ગયા હતા. ત્યા અમારી પર ચોરી કબુલ કરાવવા લાકડીથી ફટકા માર્યા હતા ત્યારબાદ સોલ્ડરીંગ મશીન વડે ગુપ્ત ભાગે ગરમ ગરમ ડામ પણ માર્યા હતાં. કાનમાંથી સોનાની વાળી તોડી નાખી હતી. તે પછી અમને ફરી કારમાં બેસાડી જંગલ વિસ્તારમાં ગોળ ગોળ ફેરવ્યા હતા અને ચોરી કબુલ નહી કરે તો ચાર જણાને બોલાવી બળાત્કાર કરાવી અહીં જ છોડી દેવાની ધમકી આપી હતી છોડ્યા હતા. બન્ને લથડતી હાલતમાં ઘરે આવી હતી.

નિર્દયતાથી માર માર્યો

સામાજીક કાર્યકર્તા ઐતિકા હકીમુલ્લા શાહે જણાવ્યું હતું કે, હુ ડુંગરામાં જ રહુછુ મને માયાબેન અને મમતા બેન અંગે જાણકારી મળી જેથી તાત્કાલિક એમના ઘરે પહોંચી ઘટના અંગે પૂછપરછ કરી નિર્દયતાથી મારમારી હોય તાત્કાલિક સેલવાસ સિવિલમાં દાખલ કરી હતી.

X
મહિલાઓને માર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈમહિલાઓને માર મારતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી