તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધકવાડામાં કપિરાજનો મહિલા પર હુમલો, 20 પશુને પણ ઘાયલ કર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલકોના કોઢારમાં બાંધેલા 20થી વધુ ગાય ભેંસોને પણ ઘાયલ કરી

બીલીમોરાઃ ધકવાડા ગામે છેલ્લા કેટલાય સમયથી એક તોફાની વાનરે ભારે ઉત્પાત મચાવ્યો છે. ધકવાડાના ઘુરિયા ડેભા ફળીયા, મંદિર ફળિયા અને માળી ફળિયામાં બે વાનરે વસવાટ શરૂ કર્યો હતો. જે પૈકી એક વાનર સતત તોફાન કરી લોકોને ભારે પરેશાન કરી રહ્યો છે. ગામના પશુપાલકો ફરશુભાઈ પટેલ અને અશોકભાઇ પટેલને ત્યાં કોઢારમાં બે નવજાત વાછરડાં જન્મ થયો હતો, 

ઘરોની છત ઉપર કૂદાકૂદ કરી 30 જેટલા પતરાને નુકસાન
જેના પર વાનરે હુમલો કરતાં બંને નવજાત પશુબાળ મોતને ભેટ્યા હતા. આ વાનર ગામના સોનામાતા મંદિર તેમજ ઘરોની છત ઉપર કૂદાકૂદ કરી 30 જેટલા પતરાને નુકસાન કરી તોડી નાંખ્યા હતા તેમજ પશુપાલકોના કોઢારમાં બાંધેલા 20થી વધુ ગાય ભેંસોને પણ ઘાયલ કરી ચૂક્યો છે. પશુપાલકોના કોઢારમાં બાંધેલા ગાય-ભેંસ તેમજ ચારો ચરતા ઢોરોની પીઠ ઉપર સવાર થઈ ને વાનર હુલ્લડ મચાવે છે. ક્રિકેટ રમતા યુવાનો બોલ લેવા દોડ લગાવે તેની પાછળ દોડ લગાવી વાનરે તેમના પર પણ હુમલાનો પ્રયત્ન કરે છે. 

માથાના ભાગે ઇજા આવતા ચાર ટાંકા લેવાની નોબત આવી
દરમિયાન બુધવારે સવારે 9 કલાકે વાનરે ઘરઆંગણે વાસણ સાફ કરતાં ભાવનાબેન હસમુખભાઈ પટેલ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાને પગલે તેમના માથાના ભાગે ઇજા આવતા ચાર ટાંકા લેવાની નોબત આવી હતી. વાનરના ભારે ઉત્પાતના જેને કારણે ધકવાડા મહિલા સરપંચ સુશીલાબેન પટેલે  વન વિભાગને જાણ કરતા વન વિભાગે વાનર ના ઉત્પાતના પુરાવા મેળવી પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી. જ્યાં બુધવાર સાંજે વન વિભાગના નરેશભાઈ પટેલ, ભાવિન પટેલ, જે.બી. ટેલર, ચંપક હળપતિ સહિત ટીમે ઘટના સ્થળે કેળા, ફળો મૂકી પાંજરૂ ગોઠવ્યું હતું.  આ ઉત્પાતી કપિરાજ વાનર પાંજરે પુરાશે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...