રાજપીપળા / દેશ આજે પણ ધર્મ-જાતિના નામે વહેંચાયેલો છે : સાધ્વી ઋતંભરા

Sadhvi rutambhra visit in sou, rajpipla

  • સાધ્વી ઋતંભરાએ કોઈપણ સરકારી મદદ વિના લાઇનમાં ઊભા રહી ટિકિટ ખરીદી
  • સાધ્વીએ કહ્યું લોકોને જાતિનું અભિમાન છે, ભારતીય હોવાનું અભિમાન નથી

Divyabhaskar.com

Jan 22, 2020, 08:16 AM IST

રાજપીપળા: અયોધ્યા રામ મંદિર લડતમાં અગ્રેસર રહેલા સાધ્વી ઋતંભરા આજે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. સાધ્વીએ સામાન્ય પ્રવાસીની માફક જ ટિકિટ બારીએથી તેમના સહયોગીઓ સાથે ટિકિટ ખરીદીને સ્ટેચ્યુ પરિસરમાં પ્રવેશ મેળવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સંપૂર્ણ પરિસર નિહાળ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પમાળા ચઢાવી ભાવવંદના કરી હતી. સરદારની વિરાટ પ્રતિમાના દર્શન કરી ભાવુક પણ થયા હતા.

સરદાર પટેલના ચરણોમાં ઉભા રહીને કોઈ ટીકા ટિપ્પણી નહીં પણ દેશવાસીઓને આહવાન કર્યું હતું કે, ભારત દેશમાં પહેલાં રાજા રજવાડાઓ જેમ અલગ અલગ હતા. એક બીજાના વિરોધી હોવા છતાં સરદાર પટેલે 562 રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું. ભારત માતાના આટલી મોટી સંખ્યામાં સપૂતો એક થયા છે. આજે પણ આપણે મતમતાંતરોમાં વહેંચાયેલા છીએ. આજે પણ આપણે ધર્મ, જાતિ અને જુદા જુદા સંપ્રદાયોના નામે વહેંચાયેલા છીએ. ધર્મના વાડા અને જાતિગત વાડાઓ એક થવા દેતા નથી.

સાધ્વી ઋંતભરએ જણાવ્યું હતું કે, આજે આપણને જાતિનું આભિમાન છે, પણ કોઈને ભારતીય હોવાનું આભિમાન નથી. આપણા ઈશ્વરના રૂપ પણ અલગ અને નામ પણ અલગ અલગ છે. જો કે તમામની મંજિલ એક જ છે, પરંતુ ધર્મ જાતિઓના નામે વહેંચાયેલા દેશને જોઈ ભારતમાતાને પણ દુઃખ થાય છે. સરદાર સાહેબની આટલી મોટી પ્રતિમા બની છે જેનું ગૌરવ હોય તો તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવા જાતિ ધર્મ છોડીને ભારતીય થવું જરૂરી છે.

ગરીબ લોકોને ધાબળા વિતરણ કર્યું
SOUની મુલાકાતે આવેલ સાધ્વી ઋતંભરાએ સવારે નવાગામ પાસે કેટલાંક બાળકો ઠંડીમાં ઠુંઠવાતાં જોયા હતા. જેથી પોતાનું વાહન રોકવા ડ્રાઇવરને જણાવ્યું હતું. કાર ઉભી રાખી સ્થાનિક આદિવાસીઓમાં ધાબળા વિતરણ કર્યું હતું. સેવા યજ્ઞ ચલાવતા સાધ્વી હંમેશા જરૂરિયાતમંદો માટેનો સામાન પોતાની કારમાં રાખી મૂકે છે. જ્યાં જરૂર જણાય ત્યાં સેવા - દાન કરવા તત્પર રહે છે.

X
Sadhvi rutambhra visit in sou, rajpipla

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી