તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રીય યુવા દિવસે 1500 મહિલા તથા યુવતીઓની સરદાર પટેલને સ્વરાંજલિ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • SOU ખાતે સ્વામી વિવેકાનંદ અને જીજામાતાની જયંતી નિમિત્તે કાર્યક્રમ
  • શિસ્તબદ્ધ રીતે 8 વર્ષથી 70 વર્ષની બહેનોએ શૌર્ય પ્રદર્શન કર્યું

કેવડિયા: રાષ્ટ્ર સેવિકા સમિતિનાં દ્વિતિય પ્રમુખ સંચાલિકા વં.સરસ્વતિતાઇ આપ્ટેનું 25મું સ્મૃતિવર્ષ તથા 12જાન્યુઆરી એટલે કે, સ્વામી વિવેકાનંદ અને જીજામાતાની જયંતિના ત્રિવેણી અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1500 મહિલા-યુવતીઓની જોડાઈને સરદાર વલ્લભભાઈ પટેલને સ્વરાંજલિ અર્પિ હતી.
રાષ્ટ્ર સેવિકા સમિતિ ગુજરાત ક્ષેત્ર દ્વારા આયોજિત આ પવિત્ર દિવસે સેવિકાઓ ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલને ભાવવંદના આપતા રોમાંચક માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતના 130 સ્થળોએથી 1400 થી 1500 સેવિકા બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. જેમાં વિદ્યાર્થીઓ અને ગૃહિણી ઉપરાંત ડોક્ટર, વકીલ, એન્જીનીયર, શિક્ષિકા, પ્રોફેસર તેમજ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રે  પારંગત બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી.  8 વર્ષથી 70 વર્ષની વયના બહેનો આ શૌર્ય પ્રદર્શનમાં જોડાયા હતા.આજે નારી ઉત્થાન, સ્ત્રી સંરક્ષણ તેમજ મહિલા સન્માન માટે વિવિધ રીતે પ્રયાસો થઈ રહ્યા છે. એક સ્ત્રી ગૃહિણી હોય કે બિઝનેસવુમન પણ તે સમાજ અને દેશ માટે આગળ આવી નેતૃત્વ કરી શકે છે. તેવો વિશ્વાસ દ્રઢ થતો જોવા મળ્યો છે. અહીં એક સાથે વિવિધ જ્ઞાતિ, સમાજ અને સંપ્રદાયની મહિલાઓ ભેગી થઈ સમાજને સ્ત્રી સંગઠીતતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો