તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજહંસ મલ્ટીપ્લેક્સમાં ફ્રેન્ચ ફ્રાઈઝનું ફ્રાયર ટોયલેટમાં સાફ કરતાં કામદારનો વીડિયો વાઈરલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજહંસ મલ્ટીપ્લેક્સના ટોયલેટમાં વાસણ સાફ કરતો કર્મચારી વીડિયોમાં કેદ થયો હતો. - Divya Bhaskar
રાજહંસ મલ્ટીપ્લેક્સના ટોયલેટમાં વાસણ સાફ કરતો કર્મચારી વીડિયોમાં કેદ થયો હતો.

વલસાડઃશહેરના રાજહંસ મલ્ટીપ્લેક્સમાં ફ્રેન્ચ ફ્રાઇઝનું ફ્રાયર કેન્ટિનનો કામદાર ટોયલેટમાં ધોઈ રહ્યાનો વીડિયો વાઈરલ થયો હતો. કોરોના વાયરસના ભય વચ્ચે કામદાર દ્વારા સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાનું રાજહંસના સુપરવાઈઝરે સ્વિકારીને શિક્ષાત્મક પગલાં લેવાની ખાતરી આપી હતી.

ગંભીર ભૂલ સ્વિકારી
વલસાડના રાજહંસ મલ્ટીપ્લેક્સ ખાતે કર્મચારી દ્વારા ટોયલેટમાં વાસણ ધોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જેને લઈને રાજહંસ મલ્ટીપ્લેક્સના સુપર વાઇઝરે કેન્ટીનના સફાઈ કામદારની ગંભીર ભૂલને ધ્યાનમાં લઈને શિક્ષાત્મક પગલાં ભરવાનું કહેવામાં આવ્યું હતું. હાલમાં કોરોના વાઇરસની ગંભીરતાને લઈને દિલ્હી જેવા શહેરોમાં મલ્ટીપ્લેક્સને બંધ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે નાના શહેરોમાં પણ હાઇજેનિક સિસ્ટમ ઉપર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે એ સમયે આ પ્રકારનો વીડિયો વાઈરલ થતાં લોકોએ સવાલો ઉઠાવ્યાં હતાં.

આરોગ્ય વિભાગ પગલાં લે તેવી માંગ
મલ્ટીપ્લેક્સ કેન્ટીનના સફાઈ કામદારનો વીડિયો વાઇરલ થતાં સમગ્ર મામલે આરોગ્યની સાથે ચેડાં થતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. સમગ્ર મામલે કંપની દ્વારા કર્મચારી પર ગંભીર રીતે એક્શન લેવામાં આવશે તેવી બાયંધરી આપવામાં આવી છે. પરંતુ આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ બાબતે નક્કર પગલા લે અને કંપની સામે પણ તપાસ કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો