નેશનલ વોલીબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા નિકળેલા વાપીના વિદ્યાર્થીનું ચંદીગઢમાં ટ્રેન અડફેટે મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક વિદ્યાર્થીની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક વિદ્યાર્થીની ફાઈલ તસવીર
  • અમૃતસર પહોંચે તે પહેલાં સ્ટેશન પર બનાવ બન્યો
  • પીએમ બાદ મૃતકને હવાઇ માર્ગે સુરત લવાશે

સુરતઃ વાપી નુતનનગરમાં રહેતો અને હાલ સુરતની સ્કૂલમાં અભ્યાસ કરતો યુવાન નેશનલ વોલીબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પંજાબ જઇ રહ્યો હતો. તે દરમિયાન ચંદીગઢમાં પ્લેટફોર્મ પર ટ્રેનની અડફેટે આવતા તેણે જીવ ગુમાવી દીધો હતો.

પ્લેટફોર્મ ઉપર ટ્રેનની અડફેટે આવતા ઘટના સ્થળે જ મોત
વાપી નુતનનગર સ્થિત મુરલીધર સોસાયટીમાં રહેતા કિશોરભાઇ પટેલનો નાનો પુત્ર તિર્થ ઉ.વ.17 હાલ સુરતની એસયુવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તિર્થનું સિલેક્શન નેશનલ વોલીબોલ ટૂર્નામેન્ટમાં રમવા માટે થતા સાથી ખેલાડી મિત્રો સાથે તે પંજાબ અમૃતસર જવા નીકળ્યો હતો. ચંદીગઢમાં પ્લેટફોર્મ ઉપર ટ્રેનની અડફેટે આવેલા તિર્થનું સ્થળ ઉપર મોત થયું હતું. ઘટનાની જાણ વાપી ખાતે રહેતા પરિવારજનોને કરતા તેમની પર આભ ફાટી ગયું હતું. કચ્છ-સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના લોકોને ઘટનાની જાણ થતા વાપી મુરલીધર સોસાયટીમાં પરિવારને સાંત્વના આપવા તેઓ પહોંચ્યા હતા. પીએમ બાદ મૃતકને હવાઇ માર્ગે સુરત લવાશે અને ત્યારબાદ વાપી ખાતે લાવવામાં આવશે.

સાથી મિત્રો હેબતાયા
પંજાબ જતી વખતે ચંદીગઢ રેલવે સ્ટેશને પ્લેટફોર્મ પર અકસ્માતમાં તિર્થે જીવ ગુમાવતા જ તેના સાથી મિત્રો હેબતાઈ ગયા હતા. જોકે, રેલવે પોલીસે તેમને સાંત્વના આપી ઘટનાની જાણ તિર્થના વાપી ખાતે રહેતા માતા-પિતાને કરતા સમગ્ર પરિવારમાં માતમ છવાયો હતો.