તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાહકોની ચિંતામાં ઘટાડો, લૂંટાયેલા દાગીનાના રૂપિયા 90 દિવસમાં ચુકવાશેઃ બ્રાંચ મેનેજર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેટલાક ગ્રાહકોમાં હજુ પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે - Divya Bhaskar
કેટલાક ગ્રાહકોમાં હજુ પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે
  • ગ્રાહકોને 90 દિવસમાં બજાર ભાવે દાગીનાના રૂપિયા ચુકવાશે
  • 7 દિવસમાં મુદ્દામાલ મળે તો ગ્રાહકની મરજી મુજબ વ્યવહાર
  • લૂંટના સતત બીજા દિવસે પણ ગ્રાહકો બ્રાંચ પર ઉમટી પડ્યા

સુરતઃ વાપી નજીકના ચણોદ સ્થિત આઇઆઇએફએલમાંથી બે દિવસ પહેલાં 13 કરોડના સોના સહિતની ચકચારી લૂંટ થઈ હતી. જોને લઈને ગ્રાહકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. જોકે, બ્રાંચ મેનેજરના જણાવ્યા મુજબ જો 7 દિવસમાં આરોપીઓ મુદ્દામાલ સાથે પકડાઇ જાય તો ગ્રાહકને ઓપ્શન આપવામાં આવશે.જેમાં પહેલાની જેમ વ્યવહાર રાખવાનો વિકલ્પ આપવામાં આવશે. જો મુદ્દામાલ ન મળે તો ઇન્સ્યુરન્સની ટર્મ પોલિસી મુજબ 90 દિવસમાં તેમને ગુરૂવારના બજારભાવ પ્રમાણે દાગીનાના રૂપિયા મળી જશે.

ઓફિસ બહાર ટેબલ લગાવીને ગ્રાહકોને સમજાવ્યા
વાપી ચણોદ સ્થિત સોના પર લોન આપતી આઇઆઇએફએલ બ્રાંચમાં ગુરૂવારે લૂંટની ઘટના બાદ લોન લેનારા ગ્રાહકો બ્રાંચ ઉપર ધસી આવ્યા હતા. જોકે બીજા દિવસે પણ ગ્રાહકોની ભારે ભીડ બ્રાંચ ઉપર જોવા મળી હતી. લૂંટ બાદ બ્રાંચના સાધનોને સીઝ કરી દેતા કર્મચારીઓ ઓફિસ બહાર ટેબલ લગાવીને ગ્રાહકોને સમજાવતા જોવા મળ્યા હતા. જ્યાં ગ્રાહકોના નામ અને ફોન નંબર એક ડાયરીમાં લખી વધુ માહિતી 10 દિવસ બાદ ફોન પર આપવા બ્રાંચના કર્મચારીઓએ જણાવ્યું હતું. 100થી વધુ ગ્રાહકોએ બ્રાંચ પર પહોંચી કર્મચારીઓ પાસેથી માહિતી મેળવી હતી. બ્રાંચ તરફથી હાલ તો ગ્રાહકોને તેમના દાગીના બદલે રૂપિયા મળી જશે તેવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. જોકે, આમ છતાં પણ કેટલાક ગ્રાહકોમાં હજુ પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પોતાના કિંમતી દાગીના ન મળવાનો પણ અફસોસ છે.

લૂંટ બાદ સિક્યુરિટી ગાર્ડ મુકી દેવાયો
સિક્યુરિટી ગાર્ડ વગરની આઇઆઇએફએલના ચણોદ બ્રાંચમાં ગુરૂવારે કરોડોના દાગીનાની લૂંટ બાદ શુક્રવારે ત્યાં સિક્યુરિટી ગાર્ડ ઉભો કરી દેવાયો હતો. જે અંગે મેનેજરથી વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે, હાલ કંપનીના ડિસીજનથી ટેમ્પરરી ગાર્ડ મુકાયો છે. કંપની જણાવશે તો જ ભવિષ્યમાં ગાર્ડને કાયમી રખાશે.

બજાર ભાવ સાથે મેકિંગ ચાર્જ અપાશે
આઇઆઇએફએલ ટેરેટરી મેનેજર વિજય રાયે જણાવ્યું હતું કે, પોલીસની પ્રક્રિયા 7 દિવસ સુધી ચાલશે. જેમાં મુદ્દામાલ મળી જાય તો ગ્રાહકોને તેમના ગોલ્ડ પરત આપી દેવાશે. જો નહીં મળે તો તમામ ગોલ્ડ ઇન્સ્યોર્ડ છે અને તે માટે 90 દિવસની પ્રક્રિયા હોય છે. 90 દિવસમાં ગ્રાહકોને ગુરૂવારના બજાર ભાવ પ્રમાણે રૂપિયા તેમજ દાગીનાના મેકિંગ ચાર્જ પણ આપી દેવામાં આવશે. ગુરૂવાર પહેલાનો વ્યાજ કાપ્યા બાદ હવે કોઇ વ્યાજના ચાર્જ ગ્રાહકો પાસેથી વસુલાશે નહી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો