તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભીલાડઃ વાપી થી સેલવાસ જતા મુખ્ય માર્ગ કિનારે ચંદ્રલોક કોમ્પ્લેક્સ માં આવેલી આઇઆઈએફએલ ગોલ્ડ લોન ની ઓફીસ માં 9 જાન્યુ ના રોજ સશસ્ત્ર ના સહારે લૂંટારું ઓ એ સ્ટાફ ને બંધક બનાવી રૂ 13 કરોડ રૂપિયા ની મત્તા ની લૂંટ ચલાવી કાર માં બેસી ફરાર થઈ ગયા હતા.જે કાર ભીલાડ પોલીસ મથક નજીક અંકલાસ જતા રોડ પર ધનોલી માંથી મળી આવી હતી. કાર માંથી લૂંટારું દ્વારા પહેરવામાં આવેલી જેકેટના આધારે કાર લૂંટારુંઓની હોવાનું જાણી શકાયું હતું. કાર માંથી સેલો ટેપ,કટર અને કાપડ ની થેલી મળી આવી હતી.
ઘટના શું હતી?
વાપી સેલવાસ મેઇન રોડ પર ચણોદ વિસ્તારમાં આવેલા ચંદ્રલોક કોમ્પ્લેક્ષના પહેલા માળે સોના પર લોન આપતી આઈઆઈએફએલ બ્રાંચમાં ગત ગુરૂવારે સવારે 10 વાગે 6 લૂંટારૂઓ તમંચા અને કોયતા કર્મચારીઓને બતાવી સબકે સબ એક કોને મેં ખડે હો જાઓ કહી તમામના હાથ-પગ અને મોઢા પર સેલોટેપ બાંધીને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ લોકરમાંથી રોકડા રૂ.3.21 લાખ અને 31.728 કિલો દાગીના મળી રૂ.6,58,99,328 કે જે હાલ બજાર ભાવ પ્રમાણે 13 કરોડ થાય છે તેની લૂંટ ચલાવી તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી
બ્રાંચ બહારના સીસીટીવી ફૂટેજ પ્રમાણે તેઓ કારમાં મુદ્દામાલ ભરી વાપી ચાર રસ્તા હાઇવે તરફ ભાગ્યા હતા. ત્યારબાદ લૂંટારૂઓ અંતરિયાળ માર્ગે મહારાષ્ટ્ર તરફ ભાગ્યા હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસે સુરત રેંજની તમામ તપાસ એજન્સી સાથે રાખી આ ગેંગને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન આજે ભિલાડ નજીક ધનોલી ગામમાંથી લૂંટમાં વપરાયેલી સ્કાલા નામની રેનોલ્ટ કંપનીની કાર(MH-43-AV--2364) બિનવારસી હાલતમાં મળી આવી હતી. કારમાંથી એક જેકેટ, સેલો ટેપ, લાલ રંગની થેલી અને એક નાનું કટર મળી આવ્યું હતું. કાર લૂંટમાં વપરાઈ હોવાના પુરાવા મળતા જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વાપીના ગેસ્ટ હાઉસમાં રોકાઇ રેકીની શંકા
કરોડો રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવનારા લૂંટારૂઓએ ઘણા દિવસ પહેલાથી સ્થળની રેકી કરી હશે. જે માટે તેઓ બ્રાંચના આસપાસમાં જ કોઇ જગ્યાએ રોકાયા હશે તેવું મનાય છે. અગાઉ વાપીના વેપારીને ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન કારમાં અપહરણ કરી વડોદરા લઇ જનારા આરોપીઓ ચંદ્રલોક કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલ હરિરાજ ગેસ્ટહાઉસમાં રોકાયા હતા અને રેકી કર્યા બાદ ઘટનાને અંજામ આપ્યા હોવાની માહિતી મળી રહી છે. ત્યારે વેપારીના ચશ્માની દુકાન ઉપર જ આવેલી આઈઆઈએફએલ બ્રાંચમાં પણ રેકી કરવા બાજુના ગેસ્ટ હાઉસમાં રોકાયા હશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
100થી વધુ CCTVની તપાસ
લૂંટારૂઓ કયા માર્ગે ભાગ્યા તેના સુરાગ મેળવવા પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા મથામણ કરી હતી. જેમાં પોલીસે ચણોદથી ચાર રસ્તા સુધી બે કિમીના અંતરમાં તમામ સીસીટીવીની ચકાસણી કરતા આ કાર વાપી હાઇવે પર પહોંચે તે પહેલા જ ગાયબ થઇ ગઇ હતી. પોલીસે અત્યાર સુધીમાં સૌથી વધુ સીસીટીવી ફૂટેજ નિહાળ્યા હોવાની માહિતી મળી રહી છે.
ભિલાડ RTO પછી સૌથી મોટી લૂંટ
વાપીની 13 કરોડની સોનાની લૂંટની ઘટનાથી સમગ્ર જીલ્લામાં ચકચાર મચી છે. ત્યારે થોડા વર્ષો અગાઉ ભિલાડમાં સૌથી મોટી કરોડો રૂપિયાની લૂંટ થઇ હતી. ભિલાડ આરટીઓની કેશવાનને લૂંટ્યાના બે વર્ષ બાદ ગુરૂવારે સવારે વાપીની ફાયનાન્સ કંપનીમાં 13 કરોડની સૌથી મોટી લૂંટ થઇ હતી. જોકે, આ કેસમાં હજુ પોલીસને કોઇ ખાસ કડી મળી નથી. સૌથી વધારે ધ્યાન ફાયનાન્સ કંપનીના કર્મચારીઓ પર આપ્યું છે. એસઓજી ઓફિસ પર કંપનીના કર્મચારીઓની પૂછપરછ કરી હતી. પોલીસની ટીમ કર્મચારીઓની છેલ્લા થોડા સમયની માહિતી પણ એકત્ર કરી રહી છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.