અડપલાં / વલસાડના સ્પોટર્સ કોમ્પ્લેક્સમાં આવતી યુવતી સાથે કોંમ્પલેક્સમાં છેડતી થઈ

Valsad spots complex a girl cheating By Young Man After Not Working CCTV

  • સીસીટીવી બંધ હોવાનું યુવક જાણતો હતો
  • યુવકે માફી માંગી લેતા મામલો રફેદફે થયો

Divyabhaskar.com

Jun 12, 2019, 07:29 PM IST

વલસાડઃવલસાડ નગર પાલિકા સંચાલિત સ્પોટર્સ કોંપ્લેક્સ ખાતે મંગળવારે સવારે જીમમાં આવતી યુવતીની છેડતી જીમમાં આવતા યુવકે જ કરી હતી. યુવતીએ જિમ ટ્રેનર અને જીમમાં આવતા સંબંધીને તાત્કાલિક યુવકની ફરિયાદ કરી હતી. ટ્રેનર અને સંબંધીએ યુવકને ખાંડવી નાખ્યો હતો. યુવકે તાત્કાલિક માફી માંગી મામલો રફેદફે કરવામાં આવ્યો હતો.

ફ્રેન્ડશીપના નામે છેડતી

વલસાડ નગર પાલિકા સંચાલિક સ્પોટર્સ કોમ્પ્લેક્સમાં મંગળવારે સવારના મહિલાના બેચમાં જિમ કરવા આવતી યુવતી જિમ કરી ઘરે જઈ રહી હતી. જીમમાં જ આવતો યુવક તાત્કાલિક જીમની બહાર જઈને યુવતીની રાહ જોઈ રહ્યો હતો. યુવતી નજીક આવતા યુવકે ફ્રેન્ડશિપ કરવાના મને છેડતી કરી હતી. જીમમાં આવતી યુવતી ગભરાયા વગર યુવકને મોઠા ઉપર ફ્રેડશિપની ના પાડી હતી. યુવતી નીડર બનીને જીમના ટ્રેનર અને જિમ કરવા આવતા સંબંધીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

સીસીટીવીની તાકીદે જરૂરીયાત

યુવતીની ફરિયાદ જોઈને જીમ ટ્રેનર અને યુવતીના સંબંધીએ તાત્કાલિક યુવક પાસે પહોંચી ગયા હતા. યુવકને છેડતી કરવા બદલ સૂચના આપવામાં આવી હતી. યુવકે યુવતી અને ટ્રેનરની માફી માંગી હતી. જીમ કરવા આવેલી યુવતીને વારંવાર ફ્રેડશિપના નામે આ યુવક હેરાન કરતો હોવાનું ધ્યાને આવ્યું હતું। યુવક માસેથી માફી મંગાવી મામલો રફેદફે કરવામાં આવ્યો હતો. સાથે યુવતીના સંબંધીએ સ્પોટર્સ કોમ્પ્લેક્સ ખાતે મુકવામાં આવેલા CCTV ફૂટેજ જોવાની માંગ કરતા CCTV બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. પાલિકા સંચાલકો તાત્કાલિક CCTV કેમેરા ચાલુ કરાવે તો કોમ્પ્લેક્સમાં આવી ઘટના ઘટતી અટકી શકે તેમ છે.

X
Valsad spots complex a girl cheating By Young Man After Not Working CCTV

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી