તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોણવેલમાં બેંક અને પોસ્ટ ઓફિસના તાળાં તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેંક ચોરી કરવા આવેલા તસ્કરોએ અગાઉ સીસીટીવીના વાયર કાપી નીખ્યાં હતાં. - Divya Bhaskar
બેંક ચોરી કરવા આવેલા તસ્કરોએ અગાઉ સીસીટીવીના વાયર કાપી નીખ્યાં હતાં.
 • તસ્કરો સીસીટીવીમાં ન દેખાય તે માટે ડીવીઆર સાથે લેતા ગયાં
 • પોલીસ પાસેથી બેંક દ્વારા સીસીટીવી માટે એસપીનો લેટર મંગાયો

વલસાડઃ વલસાડ તાલુકાના રોણવેલ ખાતે આવેલી સરકારી મંડળીની મિલકતમાં આવેલી બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંક અને પોસ્ટ ઓફિસમાં તાળાં તૂટ્યાં હતાં. તાળા તોડવામાં સફળ રહેલા તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સીસીટીવીમાંથી છુપાવાનું પ્લાનિંગ કરાયું હતું
બરોડા ગ્રામીણ બેંકના CCTV ને નુકશાન પહોંચાડી DVR સાથે લઈ ગયા હતાં. જ્યારે બાજુમાં આવેલી માં ભાવની રાઈસ મિલમાં CCTVના કેમેરાના વાયર કાપી નાખ્યા હતા. પોલીસે SBI બેંકના CCTV ચેક કરવાની કામગીરી હાથ ધરી છે.બેંકમાં CCTV કેમેરા ચેક કરવા માટે પોલીસ જવાનો પાસેથી લેટર માંગવામાં આવ્યો હતો. પોલીસે PSIનો લેટર આપતા બેંકના કર્મચારીઓએ SPનો લેટર મંગાવ્યો હતો. જો કે CCTV કેમેરામાં ટાઇમિંગ સેટ કરવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું હતું.તસ્કરો દ્વારા સીસીટીવીમાં કેદ ન થવાય તેનું પૂર્વ પ્લાનિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો