શાળામાં મોડા પડેલા ત્રણ વિદ્યાર્થી દમણગંગામાં નાહવા પડ્યા, 1 મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડુંગરાના સ્થાનિકોએ બેને બચાવી લીધા, સૌભાગ્યનાથ લાપતા

વાપીઃ વાપી ચણોદ ગામ સ્થિત એક સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ સ્કૂલે લેટ પહોંચતા અંદર ન જઇ ન્હાવા માટે દમણગંગા નદી પર પહોંચી ગયા હતા. જ્યાં વહેણમાં ખેંચાતા ત્રણેય તણાયા હતા. જોકે સ્થળ પર હાજર ગ્રામજનોએ ત્રણ પૈકી એકને બચાવી લીધા હતા. તો એક વિદ્યાર્થી તણાઇ જતા ડુંગરા પોલીસ અને ફાયર વિભાગે તેની મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો.

ઘરે જવાને બદલે ન્હાવા પહોંચી ગયા
વાપી ચણોદ સ્થિત વિનર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા સૌભાગ્ય જ્ઞાનેશ્વર નાથ ઉ.વ.15 રહે.આરતી એપાર્ટમેન્ટ ચણોદ કોલોની, દિપાંશુ અરવિંદ વરકે ઉ.વ.15 રહે. દેસાઇવાડ બાલ કૃષ્ણ એપાર્ટમેન્ટ ચણોદ ગામ અને સત્યમ સુરેશ સરકાર ઉ.વ.15 રહે.આરબીએલ કોલોની, શુક્રવારે સવારે ઘરથી સ્કૂલ જવા નીકળ્યા હતા. સ્કૂલ લેટ પહોંચતા ઘરે જવાને બદલે નદીમાં નાહવા પહોંચી ગયા હતા.