તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે કારકુન નોકરીથી ઘરે આવ્યા ને શિક્ષિકા પત્નીની લાશ પંખા ઉપર લટકતી મળી આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીકરાને ટ્યુશન મોકલ્યા બાદ ઘરમાં એકલાતાનો લાભ લઈ શિક્ષિકાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાધો હતો - Divya Bhaskar
દીકરાને ટ્યુશન મોકલ્યા બાદ ઘરમાં એકલાતાનો લાભ લઈ શિક્ષિકાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાધો હતો
  • શિક્ષિકાએ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ લેતા ચકચાર
  • BAPS સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં હિન્દી વિષય ભણાવતી

વલસાડઃ રેલવે કંટ્રોલ ઓફિસમાં કારકુનની 36 વર્ષીય પત્ની અને BAPS ઈંગ્લીશ મીડિયમની પ્રાથમિક શાળામાં હિન્દી વિષય ભણાવતી શિક્ષિકાએ ગુરૂવારે સાંજે રેલવે ક્વાર્ટરમાં સાડીનો છેડો પંખા સાથે બાંધી ફાસો ખાઈ આપઘાત કરી લેતા રેલવે કર્મચારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ હતી. કારકુનની નોકરી કરી ઘરે પરત આવતા પતિએ ઘરનો દરવાજો ખોલતા દરવાજો બંધ હતો. રેલવે પોલીસને જાણ કરતા દરવાજો ખોલી ચેક કરતા તેમની પત્ની ફાસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જોકે પોલીસને આત્મહત્યાનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

પુત્ર ટ્યુશન ગયો હતો
વલસાડના વેસ્ટ રેલવે યાર્ડની કોલોનીના ક્વાર્ટરમાં રહેતા અને રેલવે કંટ્રોલ ઓફિસમાં કારકુન તરીકે ફરજ બજાવતા લક્ષ્મીકાંત વર્માની પત્ની પ્રિયા વર્મા, ઉ.વ.36, જે BAPS ઈંગ્લીશ મીડિયમના પ્રાથમિક વિભાગમાં ધો.1થી 6માં હિન્દી વિષયની શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. જેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. શિક્ષિકા નિત્ય ક્રમ મુજબ ગુરૂવારે સવારે શાળાએ ગઈ હતી. સાંજે 5 વાગે તેનો પુત્ર નજીકમાં ટ્યુશને ગયો હતો. જયારે પતિ પણ કંટ્રોલ ઓફિસમાં નોકરી ઉપર હતા. પતિ સાંજે તેમની ફરજ પુરી કરી ઘરે આવતા ઘરનો દરવાજો અંદરથી બંધ હાલતમાં હતો. કંઈક અજુક્તું જણાતા પતિ લક્ષ્મીકાંતે તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી. દરમિયાન રેલવે પોલીસે લક્ષ્મીકાંત વર્માના ઘરે પોહોચી ઘરના બંધ દરવાજાને  ઘક્કો મારી ખોલ્યો હતો. ત્યાર બાદ ઘરમાં તપાસ કરતા હોલમાં પ્રિયા વર્માની આત્મહત્યા કરેલી હાલતમાં પંખા સાથે લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. રેલવે પોલીસે તાત્કાલિક લાશને નીચે ઉતારી આગળની તપાસ હાથ ધરી છે. મરનાર પ્રિયા વર્મા ઘરમાં એકલી હતી, છોકરો ટ્યુશનમાં ગયો હતો. પોલીસે ઘરમાં તપાસ કરતા સુસાઇડ નોટ મળી ન હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આપી હતી.

BAPS માં છેલ્લા 3 વર્ષથી શિક્ષિકા હતી, શાળાના સંચાલકો પણ આવી પહોંચ્યા
વલસાડ BAPSના ઈંગ્લીશ મીડિયમના પ્રાથમિક વિભાગમાં ધો.1થી 6ના વિદ્યાર્થીઓને પ્રિયા વર્મા હિન્દી વિષય ભણાવતા હતા. શાળામાં છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવતા હતા. આજે શાળામાં આવ્યા હતા. તેમનો નિત્યક્રમ મુજબ અભ્યાસ કરાવી શાળાનું કાર્ય પૂર્ણ થતા ઘરે ગયા હતા. શાળાના સંચાલકોને ઘટનાની જાણ થતા શિક્ષિકાના ઘરે આવી પહોંચ્યા હતા.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો