વાપીની લાડીને ઈન્દોરનો વર,રાજવી પરિવારના વરરાજા હેલિકોપ્ટરમાં દુલ્હનને લઈ ગયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીથી વિદાય લઈને દુલ્હન હેલિકોપ્ટરમાં બેસી વરરાજા સાથે ઈન્દોર જવા નીકળી હતી. - Divya Bhaskar
વાપીથી વિદાય લઈને દુલ્હન હેલિકોપ્ટરમાં બેસી વરરાજા સાથે ઈન્દોર જવા નીકળી હતી.
  • વાપીની સૌપ્રથમ વાર હેલિકોપ્ટરમાં વરરાજા-દુલ્હનને લઈ જતાં કુતૂહલ સર્જાયું
  • હેલિકોપ્ટરમાં વરરાજા-દુલ્હનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા

વાપીઃ વાપી શહેરમાં ઠાકુર પરિવારની દીકરીના અનોખા લગ્ન યોજાયાં હતાં. વાપીની યુવતીના લગ્ન મધ્યપ્રદેશના ઇન્દોરના રાજવી પરિવાર સાથે થયા હતાં. રાજવી પરિવાર વાપી લગ્ન માટે હેલિકોપ્ટર લઇને આવ્યો હતો. હેલિકોપ્ટરમાં વરરાજા અને દુલ્હન એક સાથે બેસતાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. જેને જોવા માટે લોકો ઉમટી પડ્યાં હતાં. વાપીમાં પ્રથમવાર હેલિકોપ્ટરમાં દુલ્હા દુલ્હનને જતા જોવાનો પહેલો કિસ્સો હોવાથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં. વિદાય થયેલી જાનમાં પારંપરિક તમામ વિધીઓ કરવામાં આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...