તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતઃ વાપી ચણોદ કોલોનીમાં ઘરમાં ઘૂસી બે મહિલા ઉપર ફાયરિંગ કરી બાઇક પર આવેલા બે ઇસમો ફરાર થઇ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. તપાસમાં કુલ 6 રાઉન્ડ ફાયરિંગ પૈકી ત્રણ રાઉન્ડ મિસફાયર થયા હોવાનું બહાર આવ્યું છે. જેમાં મૃતક મહિલાના પુત્ર સહિત કેટલાક શકમંદોની સઘન પૂછપરછ હાથ ધરાઇ છે.
બંને મહિલાના ઘટના સ્થળે જ મોત
વાપી ચણોદ કોલોની સ્થિત કાળી માતાના મંદિર પાસે આરસીએલ કોલોની 30-349માં રહેતા રેખાબેન બ્રહ્મદેવ મહેતા શનિવારે રાત્રે મહારાષ્ટ્રના નાગપુર જીલ્લામાં રહેતી બહેનપણી અનિતા ઉર્ફે દુર્ગાબેન સાથે ઘરમાં ટીવી જોઇ રહ્યા હતા. દરમિયાન રાત્રે 8.40 વાગે એક ઇસમ ઘરે આવી અચાનકથી પિસ્તલ જેવા હથિયારથી ફાયરિંગ કરતા બંનેને માથા તેમજ શરીરના ભાગે ઇજા પહોંચતા સ્થળ ઉપર મોત થયું હતું. ફાયરિંગ કરી 5 મિનિટમાં ઇસમ ઘર બહાર બાઇક લઇને ઉભેલા સાગરીત સાથે ફરાર થઇ ગયો હતો. જેની જાણ પોલીસને કરતા એસપી સુનીલ જોષી સહિત જીલ્લા ભરની પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. આ બનાવમાં પોલીસે તપાસ કરતા કુલ 6 રાઉંડ ફાયરિંગ થયા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ત્રણ મિસફાયર થયા હતા.
હત્યા ક્યાં કારણોસર થઈ એ રહસ્ય
પોલીસે આ કેસમાં ફરિયાદી પુત્ર બિપીન સહિત ચણોદ કોલોનીના કેટલાક શકમંદોની સઘન પૂછપરછ હાથ ધરી છે. બંને લાશને સુરત ખાતે મોકલાવી બોડીનું પીએમ કરવામાં આવશે. વાપીની ચકચારિત બે મહિલાના હત્યા કેસમાં 24 કલાક પછી પણ પોલીસ આરોપીની કડી મેળવી શકી નથી. હત્યા ક્યાં કારણોસર થઈ એ રહસ્ય પણ હજુ ખુલ્લુ શક્યુ નથી. વાપીમાં કાયદો અને વ્યવસ્થા દિવસે દિવસે કથળી રહી છે.
મૃતક મહિલાની વાપીમાં અનેક પ્રોપર્ટી
મૃતક રેખાબેન પાસે વાપીના ચણોદ સહિત વિવિધ વિસ્તારમાં અનેક પ્રોપર્ટી હોવાની ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી છે. તેમજ એક પુરૂષ પાર્ટનર સાથે માર્કેટમાં રૂપિયા ફેરવવાની વાતને લઇ કોઇ વિવાદથી હત્યા થયા હોવાનું કારણ માનવામાં આવી રહ્યું છે.
Sponsored By
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.