વાપી / શાળાનાં 12 વિદ્યાર્થીઓએ સેલવાસમાં દારૂની મહેફિલ માણી, યુનિફોર્મમાં હોવા છતાં બારમાં દારૂ આપ્યો

દારુની મહેફિલ બાદ હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થી
દારુની મહેફિલ બાદ હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થી

  • બે વિદ્યાર્થી બેભાન થતાં સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ભાંડો ફૂટ્યો

Divyabhaskar.com

Jul 13, 2019, 01:57 AM IST

ભીલાડ-વાપી: સરીગામની સ્કૂલના 10થી12 જેટલા વિદ્યાર્થીઓઓ શાળામાં ગેરહાજર રહી યુનિફોર્મ સાથે દારૂની મહેફિલ માણવા સેલવાસ ગયા હતા. દારૂનો નશો કર્યા બાદ બે વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. જેના કારણે આ તમામ પૈકી બે વિદ્યાર્થીઓને ભીલાડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સેલવાસના વાઈનશોપના જવાબદારોએ સ્કુલ યુર્નિફોર્મમાં પણ વિદ્યાર્થીઓને દારૂ આપતાં ભારે આશ્વર્ય ફેલાયું છે. આ ઘટનાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ હતી.

ક્લાસ બંક કરી ગયા હતા બારમાં

સરીગામ ખાતે શિક્ષણ આપતી કે.ડી.બી. હાઇસ્કૂલના 10થી 12 જેટલા વિદ્યાર્થીઓએ શુક્રવારે શાળામાં જવાની જગ્યાએ ગેરહાજર રહી દારૂની પાર્ટીનો પ્લાન બનાવ્યો હતો. દારૂની મહેફિલ માણવા આ વિદ્યાર્થીઓ સેલવાસના નરોલી ખાતે એક દારૂના બારમાં પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ મોજ મસ્તી કરી દારૂની મહેફિલ માણતા બે વિદ્યાર્થીને વધુ નશો થતાં તેઓ બેભાન બન્યા હતા. આ જોઇને અન્ય સાથી વિદ્યાર્થીઓ એકદમ ડરી ગયા હતા. ત્યારબાદ બેભાન બે વિદ્યાર્થીને સારવાર માટે બપોરે ભીલાડની સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતાં. વિદ્યાર્થી બેભાન અવસ્થામાં સતત ઉલટી કરતા દાખલ કરાયા હતાં.

મોડી સાંજે આવ્યું ભાન

હોસ્પિટલમાં એક કલાકની સારવાર બાદ પણ ભાનમાં ન આવતા બંને વિદ્યાર્થીને સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતાં. જ્યાંથી સંબંધીઓએ વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. બેભાન અવસ્થામાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલા વિદ્યાર્થીઓ મોડી સાંજે ભાનમાં આવતા તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ દારૂની મહેફિલ સાથે નશીલા પ્રદાર્થનું પણ સેવન કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ફોનથી દારૂની મહેફિલ અંગે માહિતી મળી

સરીગામની કે. ડી.બી.હાઇસ્કુલ આચાર્ય ધારાબેન પટેલનાં જણાવ્યા અનુસાર સાંજે શાળા બંધ થવાના સમયે કોઇનો ફોન આવતાં દારૂની મહેફિલ અંગે જાણવા મળ્યું હતું. પણ આધારભૂત માહિતી નથી. શનિવારે શાળા ખૂલ્યા બાદ તપાસ કરાશે તો જ સાચી હકીકત બહાર આવશે.

વિદ્યાર્થીને સિવિલમાં રિફર કરાયો હતો

ભીલાડ સી.એચ.સી. ડો.મુરલીધરએ જણાવ્યુ હતુ કે, સ્કૂલના યુનિફોર્મમાં બપોરે 1.30 કલાકે એક વિદ્યાર્થી બેહોશ હાલત લાવવામાં આવ્યો હતો. એક કલાક બાદ પણ વિદ્યાર્થી ભાનમાં ન આવતા વલસાડ સિવિલ રીફર કરવામાં આવ્યો હતો.

X
દારુની મહેફિલ બાદ હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીદારુની મહેફિલ બાદ હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી