આબેહૂબ પ્રતિકૃતિ / અયોધ્યામાં આકાર લેનારા રામમંદિર જેવું જ મંદિર વલસાડમાં બની રહ્યું છે

The temple is being built at Valsad, just like the Ram Mandir which took shape in Ayodhya
The temple is being built at Valsad, just like the Ram Mandir which took shape in Ayodhya

  • 350 વર્ષ પ્રાચીન મંદિરનું રૂપિયા 10 કરોડના ખર્ચે પુન: નિર્માણ થઈ રહ્યું છે
  • રાજસ્થાનના શિલ્પ કારીગરો દ્વારા 40 ટકા કામ પૂર્ણ, 60 ટકા બાકી

Divyabhaskar.com

Nov 10, 2019, 05:42 AM IST
વલસાડ: સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા રામ મંદિરનો ચૂકાદો જાહેર થતાં જ વલસાડના ભાગડાવડામાં નિર્માણાધિન રામ મંદિર ચર્ચામાં આવ્યું છે. ભાગડાવડામાં 350 વર્ષ પૂરાણાં પ્રાચીન રામજી મંદિરને અયોધ્યામાં નિર્માણ થનારા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે. રૂ.10 કરોડના ખર્ચે ટ્રસ્ટી મંડળ દ્વારા આ ભવ્ય મંદિર બનાવવા પાછળ અત્યાર સુધી રૂ.3 કરોડનો ખર્ચ થઇ ગયો છે.
2015માં મોડેલની પ્રતિકૃતિ તૈયાર કરી
અયોધ્યામાં રામ મંદિર બાબતે ચાલેલા વિવાદ દરમિયાન રામ મંદિરનું ભ‌વ્ય મોડેલ તૈયાર કરાયું હતું. જેને ધ્યાને લઇ 2015માં આ મોડેલની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી વલસાડના ભાગડાવડામાં દાતાઓના સહયોગથી પ્રાચીન રામજી મંદિરના પૂન: નિર્માણ કરવાનો ટ્રસ્ટી મંડળે નિર્ણય કરી કામ ચાલૂ કરી દીધું હતું. જેની પાછળ 15 હજાર ઘનફૂટ પત્થરની શિલા સહિત કુલ રૂ.10 કરોડનો ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. કોસંબા રોડ પર ભાગડાવડામાં અયોધ્યા જેવા રામ મંદિરના મોડેલની અદ્દલ પ્રતિકૃતિ ધરાવતું રામજી મંદિર બનાવવા પાછળ રૂ.3 કરોડનો ખર્ચ થઇ ચૂક્યો છે. અંહિ 4 વર્ષથી મંદિરનું કામ ચાલી રહ્યું છે. રાજસ્થાનના શિલ્પ કારીગરો દ્વારા 40 ટકા કામ પૂર્ણ થયું છે અને હજી 60 ટકા બાકીનું કામ આગળ ધપી રહ્યું છે.
નવું અયોધ્યા-રામ મંદિર ભાગડાવડામાં આબેહૂબ બનશે
વલસાડના ભાગડાવડામાં 350 વર્ષનું પ્રાચીન રામજી મંદિર અયોધ્યાના રામ મંદિર જેવા જ મોડેલ મુજબ નાની પ્રતિકૃતિ સાથે બનાવવામાં આવી રહ્યું છે.રૂ.10 કરોડના ખર્ચ સાથે ગામના અને બહારના દાતાઓના યોગદાનથી તેનું નિર્માણ થઇ રહ્યું છે. નવું અયોધ્યા-રામ મંદિર ભાગડાવડામાં તૈયાર થઇ રહ્યું છે- કિશોરીદાસજી મહારાજ,ભાગડાવડા-વલસાડ
X
The temple is being built at Valsad, just like the Ram Mandir which took shape in Ayodhya
The temple is being built at Valsad, just like the Ram Mandir which took shape in Ayodhya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી