તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

HDFC બેંકના ડેપ્યુટી મેનેજરે ગ્રાહકોને 57.47 લાખનો ચુનો ચોપડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફિક્સ ડિપોઝિટ કરવાના નામે 12 ગ્રાહકને ફસાવ્યા
  • સેલ્ફ ચેક તથા રોકડ રકમ પડાવી ફિક્સ ડિપોઝિટ કરવાના બદલે ડે.મેનેજર બારોબાર ઓહિયા કરી 10 દિવસથી ફરાર

વલસાડ: વલસાડની હાલર રોડ પર આવેલી એચડીએફસી બેંકના ડેપ્યુટી મેનેજરે ગ્રાહકોને ફિક્સ ડિપોઝિટ મૂ્કવા માટે પોતાની જ બેંકના બોગસ કન્ફર્મેશન ઓફ ડિપોઝિટ સર્ટિફિકેટો પધરાવી રૂ.57.47 લાખની માતબર રકમની છેરતપિંડી અને વિશ્વાસઘાત કરવાનો મામલો બહાર આવ્યો છે.બેંકના જ ડે.મેનેજરે મહેનતના નાણાંની મોટી ઉચાપત કરી ફરાર થઇ જતાં ગ્રાહકોની ઉંઘ ઉડી ગઇ છે.12 જેટલા ગ્રાહકો સાથે ફિક્સ ડિપોઝિટના નામે ધોખાધડી કરવાનો મામલે ડે.મેનેજર વિરૂધ્ધ બેંકે એફઆઇઆર નોંધાવતા પોલિસે ગુનો દાખલ કર્યો છે.લાખોની ઉચાપત કરનાર ડે.મેનેજર 16 સપ્ટેમ્બર 2019થી ફરાર થઇ ગયો છે.

ફિક્સ ડિપોઝિટ માટે સેલ્ફ ચેક અને રોકડ રકમ પડાવીને બેંકમાં જમા કર્યા વિના બારોબાર ચાઉ કરી ગયો
વલસાડના હાલર રોડ સ્થિત એચડીએફસી બેંકમાં 2012થી કસ્ટમર સર્વિસ,સેલ્સ અને ઓપરેશનની કામગીરી ધરમપુરના કુંભારવાડ,રાઇસ મિલ પાસે રહેતા વિનય અશોક મેરાઇ ડે.મેનેજરના હોદ્દા પર ફરજ બજાવતો હતો. દરમિયાન તેણે ઓકટોબર-2016થી 13 સપ્ટેમ્બર 2019 સુધીના 3 વર્ષના ગાળા દરમિયાન ફિક્સ ડિપોઝિટ માટે બેંકના કન્ફર્મેશન ઓફ ડિપોઝિટના બોગસ અને ખોટા દસ્તાવેજ બનાવી ગ્રાહકો પાસેથી ફિક્સ ડિપોઝિટ માટે સેલ્ફ ચેક અને રોકડ રકમ પડાવીને બેંકમાં જમા કર્યા વિના બારોબાર ચાઉ કરી ગયો હતો.બેંકના અધિકારી તરીકે એચડીએફસીના ઉપલા અધિકારીઓની જાણ બહાર પોતાની સત્તાનો દુરૂપયોગ કરી જૂદી જૂદી રકમના 41 જેટલા ખોટા બનાવટી સીઓડી (કન્ફર્મેશન ઓફ ડિપોઝિટ) સર્ટિફિકેટ બેંકના જ છે તેવું જણાવી ગ્રાહકોને પધરાવી તેમની પાસેથી સેલ્ફના ચેક તથા રોકડ મળી કુલ 57.47 લાખ પડાવી લીધાં હતા.આ મામલે બેંકના બ્રાન્ચ મેનેજર ગૌરવ જયંતિલાલ પટેલે આરોપી ડે.મેનેજર વિનય મેરાઇ વિરૂધ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા વલસાડ સિટી પોલિસે ગુનો દાખલ કર્યો છે.

ગ્રાહક FD પર લોન લેવા આવતાં ભાંડો ફૂટ્યો
13 સપ્ટેમ્બર 2019ના રોજ સાંજે 4 વાગ્યે મગોદ ગામે રહેતા અને બેંકમાં બચત તથા કરન્ટ અકાઉન્ટ ધરાવતા પ્રવિણ નટવરભાઇ આહિરે બેંકના બેકઅપ બ્રાન્ચ મેનેજર બ્રિજેશ દેસાઇને મળ્યા હતા.જ્યાં તેમની ફિક્સ ડિપોઝિટ ઉપર લોન લેવા વાત કરી એચડીએફસી બેંકના કુલ 41 જેટલા કન્ફર્મેશન ઓફ ડિપોઝિટ (સીઓડી) સર્ટિફિકેટ રજૂ કર્યા હતા.જેને જોતાં તમામ ફિક્સ ડિપોઝિટની રકમની રસીદોની એન્ટ્રીઓ બેંકની સીસ્ટમમાં ચેક કરાઇ હતી.પરંતું એક પણ રસીદ બેંકના રેકોર્ડ સાથે મેચ થઇ ન હતી.સીઓડી સર્ટિફિકેટમાં લખેલા એફડી નંબર બોગસ અને ખોટા હોવાનું બહાર આવતા આખો ભાંડો ફૂટ્યો હતો.ગ્રાહકની પૂછપરછ કરતા જણાવ્યું કે,આ રસીદો આપીને બેંકમાં તમારી રકમ જમા કરાવી દઇશ તેવું વિનય મેરાઇએ કહ્યું હતું.

આ ગ્રાહકોના નાણાંની ઉચાપત

  • મગોદના પ્રવિણભાઇ આહિર અને તેમનો પરિવાર- રૂ.39,16,000
  • ધોબીતળાવ,વલસાડના શિવબાબુ ગુપ્તા-2,94,000
  • ધરમપુરના પંકજકુમાર સોની- રૂ.1,00,000
  • અટગામના ફાલ્ગુનીબેન ટેલર - રૂ. 3,39,305
  • ગોયાતળાવ,વલસાડના પ્રણવ પટેલ- રૂ.50,000
  • ચીમનલાલ મિસ્ત્રી અને પત્ની નયનાબેન મિસ્ત્રી- રૂ.4,50,000
  • સંજયગીરી ગૌસ્વામી અને પત્ની કલ્પનાબેન- રૂ. 2,00,000

ડે.મેનેજર 16 સપ્ટેમ્બર 2019થી ફરાર
વલસાડની હાલર રોડ પર આવેલી એચડીએફસી બેંકના ડેપ્યુટી મેનેજરે ગ્રાહકોને ફિક્સ ડિપોઝિટ મૂ્કવા માટે પોતાની જ બેંકના બોગસ કન્ફર્મેશન ઓફ ડિપોઝિટ સર્ટિફિકેટો પધરાવી રૂ.57.47 લાખની માતબર રકમની છેરતપિંડી અને વિશ્વાસઘાત કરવાનો મામલો બહાર આવ્યો છે.બેંકના જ ડે.મેનેજરે મહેનતના નાણાંની મોટી ઉચાપત કરી ફરાર થઇ જતાં ગ્રાહકોની ઉંઘ ઉડી ગઇ છે.12 જેટલા ગ્રાહકો સાથે ફિક્સ ડિપોઝિટના નામે ધોખાધડી કરવાનો મામલે ડે.મેનેજર વિરૂધ્ધ બેંકે એફઆઇઆર નોંધાવતા પોલિસે ગુનો દાખલ કર્યો છે.લાખોની ઉચાપત કરનાર ડે.મેનેજર 16 સપ્ટેમ્બર 2019થી ફરાર થઇ ગયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો