તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુરની 16 વર્ષીય સગીરા પર ચાર ઈસમોનો બળાત્કાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુર: ધરમપુર તાલુકાના એક ગામની  મહિલા ગત તા.7/11/2019ના રોજ તેમની 16 વર્ષીય પુત્રી સાથે ઘરે હાજર હતા. જ્યારે તેમનો પતિ અને પુત્ર મજૂરી કામ માટે ગયા હતા. સાંજે છ વાગ્યે ફળિયામાં દુકાને શેમ્પુ લેવા ગયેલી સગીરા એક કલાક બાદ ઘરે પરત નહીં ફરી હતી. જેને લઈ જોવા નીકળેલી માતા એકાંત ઝાડીમાંથી આવેલા નાબાલીગ પુત્રીના રડવાનો અવાજ સાંભળી દોડી ગઈ હતી. જ્યા તેમની નિર્વસ્ત્ર દીકરીને ખેંચતાણ કરતા ચાર ઈસમોનેને નિહાળી દોડી જતા ચારે ઈસમો ત્યાંથી નાશી ગયા હતા.
સગીરાને ઝાડીમાં ખેંચી જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું 
માતાએ પુત્રીને કપડાં પહેરાવી ઘરે લાવી ચારે ઈસમો અંગે પૂછતાં સગીરાએ જણાવ્યું હતું કે વડપાડાના ચારે ઈસમો અંકુર નાયકા, સાવન નાયકા, સહદેવ નાયકા અને જીગ્નેશ નાયકા પૈકી અંકુર સાથે એક વર્ષ પહેલાં ઓળખાણ થયેલી અને ફક્ત મિત્રતા હતી બીજો કોઈ સંબંધ નહીં હતો. બનાવના દિવસે રસ્તામાં મળેલા ચારે ઈસમો પૈકી અંકુરે તું મારી સાથે કેમ બોલતી નથી એમ કહી સગીરાને બાજુમાં ઝાડીમાં ખેંચી જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની માતાએ પોલીસ ફરીયાદ કરી છે.
 

અન્ય સમાચારો પણ છે...