તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુર ઝડપે દોડતી ST બસનું ટાયર નીકળ્યું, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાસિકથી વલસાડ આવતી એસટી બસનું ટાયર નીકળી ગયું - Divya Bhaskar
નાસિકથી વલસાડ આવતી એસટી બસનું ટાયર નીકળી ગયું
  • બસ ચાલકની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
  • બસમાં સવાર મુસાફરોમાં બુમાબુમ થઈ ગઈ હતી

વલસાડઃ વલસાડના કપરાડા તાલુકાના નાનાપોંઢા ધરમપુર રોડ પર પુર ઝડપે દોડતી એસટી બસનું ટાયર નીકળી ગયું હતું. જેથી બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, બસ ચાલકની સમયસૂચકતાથી મોટી દર્ઘટના ટળી હતી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

એસટી વિભાગ દોડતું થઈ ગયું
મળતી માહિતી પ્રમાણે, નાસિકથી વલસાડ આવતી બસનું કપરાડા તાલુકાના નાનાપોંઢા ધરમપુર રોડ પરટાયર નીકળી ગયું હતું. બસનું ટાયર નીકળી જતા બસમાં સવાર મુસાફરોમાં બુમાબુમ થઈ ગઈ હતી. જોકે, બસ ચાલકે સમયસૂચકતા વાપરી બસને કાબુમાં લઈ લેતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. જોકે, ઘટના બાદ એસટી વિભાગ દોડતું થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...