તડગામના આધેડ માજી સરપંચે 3 મહિના સુધી દુષ્કર્મ કરી 13 વર્ષની સગીરાને ગર્ભવતી બનાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તડગામ ગામના માજી સરપંચ ચિંતામણિ રમુભાઈ હળપતિ - Divya Bhaskar
તડગામ ગામના માજી સરપંચ ચિંતામણિ રમુભાઈ હળપતિ
  • પીડિતાની માતા મજૂરી કામ અને પિતા માછીમારી કરતા હોવાથી એકલતાનો લાભ લઇ નરાધમે દુષ્કર્મ આચર્યુ
  • આરોપીએ દુકાનમાં સગીરા સાથે બેથી ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો
  • સગીરાની તબિયત બગડતા દવાખાને લઈ ગયા બાદ સમગ્ર મામલો ખુલ્યો

ઉમરગામ: ઉમરગામના તડગામના આધેડ વયના માજી સરપંચે પડોશમાં રહેતા આદિવાસી પરિવારની 13 વર્ષની દીકરીને પોતાની દુકાનમાં બોલાવીને ત્રણ માસ સુધી અવર નવર હવશ સંતોષી હતી. જોકે, સગીરાને ત્રણ માસનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. પડોસી ઈસમે એકલતાનો લાભ લઈ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ કરી સગીરાને ગર્ભવતી બનાવી દેવાની શરમજનક ઘટનાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે ફરાર આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. 

છેલ્લા ત્રણ માસમાં અનેક વખત દુષ્કર્મ આચર્યું 
ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારનું તડગામ ગામના માજી સરપંચ 51 વર્ષના ચિંતામણિ રમુભાઈ હળપતિએ પોતાના ઘરની સામે રહેતા આદિવાસી પરિવારની 13 વર્ષીય સગીર દીકરીને લલચવી ફોસલાવી છેલ્લા ત્રણ માસમાં અવારનવાર તેણી સાથે દુષ્કર્મ કર્યુ હતું. જોકે, સગીરાને ગર્ભવતી બનતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરાની માતા મજૂરી કામ કરતી હોય તેમજ પિતા માછીમારી માટે બહારગામ રહેતા હોવાથી પડોશમાં રહેતો આરોપી ચિંતામણિ રમૂભાઈ હળપતિએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. આરોપીએ પોતાના ઘર આંગણામાં આવેલી નાનકડી દુકાનમાં સગીરાને બોલાવી એકલતાનો લાભ લઇ તેણી સાથે છેલ્લા ત્રણ માસમાં અનેક વખત દુષ્કર્મ આચરતો હતો.
સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું
ભોગ બનનાર સગીરાની તબિયત બગડતા તેણીની માતાને શંકા જતાં સગીરાને નજીકના દવાખાનામાં તપાસ કરાવવા લઈ ગઇ હતી. દવાખાનામાં તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. માતાએ સગીરાને પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. પડોશી માજી સરપંચ ચિંતામણિ રમુભાઈ હળપતિએ દુષ્કર્મ કર્યાની બાબત સગીરાએ જણાવતા સગીરાની માતા અને પરિવારે શનિવારે નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરૂદ્ધ આઇપીસી 376 તેમજ પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.