તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલસાડમાં પોલીસ કર્મચારીએ પત્નીના પ્રેમીને નગ્ન કરી માર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોન્સ્ટેબલ અને તેના મિત્રોએ માર મારતાં ઈજાગ્રસ્ત પ્રેમીને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યા બાદ રજા અપાઈ હતી. - Divya Bhaskar
કોન્સ્ટેબલ અને તેના મિત્રોએ માર મારતાં ઈજાગ્રસ્ત પ્રેમીને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યા બાદ રજા અપાઈ હતી.
  • પોલીસ હેડક્વાર્ટરના મેદાન પાસે જ પ્રેમીને ફટકાર્યો હતો
  • પોલીસ કર્મીની પત્નીને લગ્ન પહેલાં આ યુવક સાથે પ્રેમ થયો હતો

વલસાડઃ વલસાડ જિલ્લાના પારડી ITI ખાતે પારડીનો યુવક અને વલસાડની યુવતી સાથે ITI કરતા પ્રેમ થયો હતો. યુવતીના લગ્ન પોલીસ કર્મચારી સાથે થઇ જતા પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. શુક્રવારે સાંજે યુવતીનો પ્રેમી યુવક ઉપર ફોન આવ્યો હતો. પોલીસ પતિએ સમાધાન કરાવવા પારડીના યુવકને રેલવે લોકોશેડ પાસે બોલાવ્યો હતો. મિત્ર સાથે આવેલા પોલીસ કર્મચારીએ બાઈક ઉપર પ્રેમીને બેસાડી લઇ ગયો હતો. યુવકનો ઘરફોડ ચોરોની કબૂલાત કરતો વીડિયો બનાવી નગ્ન કરી મારમારી છોડી દેવાયો હતો. યુવકના મિત્રોએ 108ની મદદ વડે સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો હતો.

સમાધાન માટે બોલાવી માર માર્યો
પારડી ખાતે રહેતો ગૌરવ હળપતિ પારડી ITI ખાતે વર્ષ 2018 અભ્યાસ કરતો હતો. અભ્યાસ દરમિયાન વલસાડના નનકવાડા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. યુવતીના લગ્ન પોલીસ કર્મચારી ધીરેન પટેલ સાથે થતા તેણે ગૌરવ સાથેને પ્રેમ સંબંધનો અંત લાવ્યો હતો. શુક્રવારે ધીરેન અને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. ધીરેનના કહેવાથી પત્નીએ ગૌરવને ફોન કર્યો હતો. પત્નીનો ફોન છીનવી લઈને ગૌરવને સમાધાન કરવા માટે વલસાડ લોકોશેડ પાસે બોલાવ્યો હતો. ગૌરવ સાથે તેનો મિત્ર નિલેશ યાદવ આવ્યો હતો. જ્યાંથી ધીરેન ગૌરવને બાઈક ઉપર બેસાડી પોલીસ હેડક્વાટરના વોલીબોલના મેદાન પાસે લઇ ગયો હતો. જ્યાં માર માર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો