તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગીઓમાં રાજ્યસભાના ઉમેદવાર મુદ્દે અસંતોષ,પંડ્યાએ ટ્વિટ કર્યુ,ડાંગના MLA ભૂર્ગભમાં ઉતર્યા બાદ પ્રગટ થયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના પીઢ નેતા ગૌરવ પંડ્યાએ કરેલા ટ્વિટ કરીને ઉમેદવાર પસંદગીને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો - Divya Bhaskar
વલસાડના પીઢ નેતા ગૌરવ પંડ્યાએ કરેલા ટ્વિટ કરીને ઉમેદવાર પસંદગીને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો
  • પંડ્યાએ ભાજપના ઉમેદવાર અમીનને બિરદાવ્યાં
  • ડાંગના ધારાસભ્ય ભૂર્ગભમાં ઉતર્યા બાદ પ્રગટ થયા

વલસાડઃ રાજ્યના છેવાડાના વલસાડ જિલ્લાના કોંગ્રેસના પીઢ નેતા અને વગદાર નેતા ગૌરવ પંડ્યાએ રાજ્ય સભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી સામે કોંગ્રેસ સામે લાલબત્તી ધરતાં રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે.ભાજપે પાટીદાર ચહેરા તરીકે નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે ઉતારતાં પંડ્યાએ તેમને બિરદાવી કોંગ્રેસમાં અમીનના મોટી સંખ્યામાં ચાહકો છે જ તેમ જણાવી આ ચૂંટણીમાં કોંગ્રેસ સમક્ષ મોટો પડકાર હોવાનું જણાવતાં પક્ષનો આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે.બીજી તરફ ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત ગુરૂવારે ભૂગર્ભમાં ઉતરતાં કોંગ્રેસ દોડતી થઈ હતી. શુક્રવારે પ્રભારીએ ગાવિતને મળીને તમામ અટકળોનું ખંડન કર્યું હતું.

ગૌરવ પંડ્યા વગદાર નેતા
રાજ્યસભાના સભ્યોની ચૂંટણીના ઉમેદવારોની પસંદગીના ધમધમાટ વચ્ચે ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે મૂળ કોંગ્રસના નરહરિ અમીનને મૂકતાં કોંગ્રેસ સામે મોટો પડકાર ઉભો થયો હોવાનું ટ્વિટ વલસાડના પીઢ અને પ્રદેશથી લઇ હાઇકમાન્ડ સુધી વગ ધરાવતા કોંગી નેતા ગૌરવ પંડ્યાએ કર્યું છે.આ સાથે તેમણે કોંગ્રેસના સભ્યોને ચૂંટણીમાં સુરક્ષિત રાખવાનો પડકાર સામે આવી પડ્યો છે તેવું ટ્વિટ કરતાં કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીનો મુદ્દો સપાટી પર આવ્યો છે.

ટ્વિટથી અસંતોષ સપાટી પર આવ્યો
કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસંહ સોલંકી જેવા ક્ષત્રિય ચહેરાને રાજ્ય સભાના ઉમેદવાર જાહેર કર્યા છે,જ્યારે ત્રીજા ઉમેદવાર તરીકે ભાજપે પાટીદાર ચહેરા નરહરિ અમીનને પણ ઉતારતાં ગૌરવ પંડ્યાએ કોંગ્રેસમાં અમીનના હજુ પણ મોટો ચાહક વર્ગ છે તેવું સ્પષ્ટ જણાવ્યું છે.નરહરિ અમીનની ભાજપમાં ઉમેદવારીથી કોંગ્રસને ભારે પડકારનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે તેવું ટ્વિટ કરતાં કોંગ્રેસના હાઇકમાન્ડ તથા પ્રદેશ સુધી હલચલ મચી છે.ઉમેદવારોની પસંદગી મુદ્દે આ ટ્વિટથી કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો છે.તેમણે નરહરિ અમીનની ઉમેદવારીને પણ બિરદાવતાં કોંગ્રેસમાં ભારે ચર્ચા ઉઠી હતી.

કોંગી ધારાસભ્યોની માગ છતાં પણ પાટીદાર ઉમેદવાર મૂકવામાં ન આવ્યા
ગૌરવ પંડ્યાએ કરેલા ટ્વિટમાં પ્રદેશ અને હાઇકમાન્ડ સામે ગંભીર પૂર્વક ટિપ્પણી રજૂ કરાઇ છે.જેમાં જણાવ્યા મુજબ ભાજપના ઉમેદવાર નરહરિ અમીન પાસે હજીય કોંગ્રેસના કાર્યકરો,નેતાઓનો વિશાળ ચાહક વર્ગ છે.ઉપરાંત હકીકત એ પણ છે કે,કોંગ્રેસના ધારાસભ્યોની માગણી હોવા છતાં રાજ્યસભાની ચૂંટણી માટે એક પણ પાટીદાર વર્ગનો ઉમેદવાર મૂકાયો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો