દમણ / ત્રીજા માળની ગ્રીલ વગરની બારીમાંથી બાળક પડતા જાળીમાં અટક્યું, નીચે ઉભેલા લોકોએ કેચ કરી બચાવ્યું, CCTV

  • બીજા માળે જાળીમાં અટકતા લોકો બચાવવા દોડી આવ્યા
  • લોકોએ બાળકને નીચે પટકાતા પહેલાં જ કેચ કરી લીધો
  • બાળકનો કેચ કરતો સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઈરલ

Divyabhaskar.com

Dec 03, 2019, 02:49 PM IST

સુરતઃ સંઘપ્રદેશ દમણના એક વિસ્તારમાં રવિવારે બિલ્ડીંગના ત્રીજા માળે ફલેટની બારીમાંથી અઢી વર્ષનો બાળક નીચે પટકાયો હતો. જોકે, બીજા માળની જાળીમાં અટક્યા બાદ બાળક નીચે પટકાઇ તે પહેલાં જ નીચે એકત્ર થયેલા લોકોએ બાળકને કેચ કરી લેતાં તેનો આબાદ બચાવ થયો હતો. હાલ બાળકને કેચ કરી લેવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.

અચાનક ગ્રીલ વગરની બારીમાંથી નીચે પટકાયો

આ અંગે મળતી માહિતી મુજબ અઢી વર્ષનો બાળક ત્રીજા માળે આવેલા પોતાના ઘરમાં રમતો હતો. ત્યારે અચાનક ગ્રીલ વગરની બારીમાંથી નીચે પટકાયો હતો. બાદમાં બીજામાળની જાળીમાં અટકી ગયો હતો. બાળકને જાળીમાં અટકેલો જોઈને આસપાસથી લોકો એકઠાં થઈ ગયા હતા અને બાળકને નીચે પટકાતા પહેલાં જ કેચ કરી લીધો હતો.

(તસવીરો અને વિગત યોગેન્દ્ર પટેલ)

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી