જુગાડ / મોપેડમાં ચોરખાના બનાવી 8 પેટી દારૂ લાવતાં બે મોપેડ સાથે એક વલસાડમાં ઝડપાયો

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 02:23 PM
Valsad Police Kept Two Wine Loaded Moped With One Surati Young Man
X
Valsad Police Kept Two Wine Loaded Moped With One Surati Young Man

  • બાતમીના આધારે ઝડપાયો દારૂ
  • બન્ને મોપેડમાંથી 576 બોટલ નીકળી

સુરતઃવલસાડ રૂરલ પોલીસે દમણથી સુરત મોપેડમાં પર લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ પોલીસે ચણવઈ બ્રીજના ઉતરતા છેડે નેશનલ હાઈ વે નં.48 પર મુંબઈથી સુરત જતા રોડ પર બાતમીના આધારે બે નંબર વગરની મોપેડને ઉભી રખાવીને દારૂનો જથ્થા સાથે એકને ઝડપી લીધો હતો. જ્યારે એક નાસી ગયો હતો.

ચોરખાનામાંથી દારૂ નીકળ્યો
1.પોલીસે ઝડપેલા આરોપી સની રાજપૂત રહે આસપાસ ગોડાદરા આસ્તિક નગર સુરતને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય મોપેડ પર રહેલો ઈસમ નાસી છૂટ્યો હતો. પોલીસે મોપેડની તપાસ કરતાં પ્રથમ તો કંઈ મળ્યું નહોતું. પરંતુ બાદમાં પોલીસે મોપેડની ડિકી સહિત આગળના પતરા ખોલાવ્યાં હતાં. જેમાં અલગ અલગ જગ્યાએ ચોરખાના બનાવીને દરેક મોપેડમાં કુલ 288 બોટલો રાખી હતી. બન્ને મોપેડની મળીને કુલ 576 બાટલી મળી આવી હતી. જેથી પોલીસે 14 હજાર 400 એમ કુલ્લે 28 હજાર800ના દારૂ અને બે મોપેડને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App