તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલ્હી NGTએ પ્રદૂષણ મામલે વાપી CETPને રૂ.10 કરોડનો દંડ ફટકાર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રદૂષણ ફેલાવતા એકમો સામે તવાઈ - Divya Bhaskar
પ્રદૂષણ ફેલાવતા એકમો સામે તવાઈ
  • પ્રદુષણ ફેલાવતા એકમો સામે દંડ વસુલવાનો પણ આદેશ કરાતાં ઉદ્યોગોમાં ભુંકપ    
  • એનજીટીના ઓર્ડરને સુપ્રિમકોર્ટમાં  VIA પડકારશે  
વાપી: દિલ્હી એનજીટીમાં વર્ષ 2017માં આર્યવત્ત ફાઉન્ડેશને સીઇટીપીના ખરાબ પરિણામ મામલે પિટિશન દાખલ કરી હતી.  આ કેસની વધુ સુનાવણી શુક્રવારે  વાપીના ઉદ્યોગોને મોટો આંચકો લાગ્યો છે. કારણ કે દિલ્હી  એનજીટીએ  પ્રદુષણ મામલે વાપી સીઇટીપીને 10 કરોડ રૂપિયાનો દંડ ફટકારતો ઓર્ડર કરતાં ઉદ્યોગોમાં ખળભળાટ મચી ગયો છે. ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પ્રદુષણ મામલે આટલો મોટા દંડ  થયો છે. દંડની સાથે  સીઇટીપીને બે કમિટિ બનાવવાનો પણ આદેશ એનજીટીએ કર્યો  છે.

1) NGTએ પ્રદૂષણ મામલે લાલઆંખ કરતા પ્રદૂષણ ફેલાવતા એકમો સામે તવાઈ આવશે

આર્યવર્ત ફાઉન્ડેશનના પ્રમુખ એ.આર.મિશ્રાએ એનજીટીની નવી દિલ્હી સ્થિત પ્રિન્સીપલ બેંચમાં વાપી સીઇટીપી વિરુધ્ધ પિટિશન દાખલ કરી હતી. વર્ષ 2016-2017ના સીઇટીપીના ખરાબ પરિણામ મામલે આરટીઆઇએ હેઠળ મળેલી માહિતીને આધાર બનાવી પિટિશન દાખલ થતાં જવાબદારોને નોટિશ આપવામાં આવી હતી. આ પિટિશનમાં સીઇટીપીના કારણે પ્રદુષણ ફેલાતું હોવાથી તેને તાત્કાલિક બંધ કરી તેની સામે મુકસાન ભરપાઇનો દાવો કર્યો હતો. શુકવારે ગ્રીન  એન્વાયરોના પ્રતિનિધિ,જીપીસીપીના અધિકારી અને તેમના વકીલ તથા સામા પક્ષના પક્ષકારોની હાજરી વચ્ચે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં દિલ્હી એનજીટીએ પ્રદુષણ મામલે વાપી સીઇટીપીને 10 કરોડનો દંડ ફટકાર્યો હતો.

અત્યાર સુુધીમાં વાપીના પ્રદુષણ મામલે પુના એનજીટીએ ઉદ્યોગોને રાહત આપી  છે. સીઇટીપીથી દમણ ઝરી કોઝવે સુધી પાઇપલાઇન નાખના એનજીટીએ આદેશ  આપ્યો હતો, પરંતુ શુક્રવારે વાપીના તમામ ઉદ્યોગપતિઓને દિલ્હી  એનજીટીએ ચોંકાવી દીધા  છે. 10 કરોડના દંડની કાર્યવાહી કરવાના હુકમના કારણે  ઉદ્યોગોને મોટો ફટકો પડયો  છે. દિલ્લી એનજીટીના ઓર્ડરથી ઉદ્યોગોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.  

સીઇટીપીના પ્રદુષણ મામલે એનજીટીએ બે અન્ય ઓર્ડર પણ કર્યા છે. જેમાં તટસ્થ લોકોની ટીમ બનાવી પ્રદુષણ મામલે મોનિટરિંગ કરવા જણાવ્યું છે.  આ ઉપરાંત પ્રદુષણ ફેલાવતા એકમો સામે દંડની કાર્યવાહી કરવાનો ઓર્ડર કર્યો છે. જેમાં  વાર-વાર પ્રદુષણ ફેલાવતા અથવા કલોઝરવાળા મોટા  એકમોને રૂ.1 કરોડનો દંડ, મિડિયમ સ્કેલ ઇન્ડ્રસ્ટ્રીઝને રૂ.50 લાખનો દંડ  અને નાના એકમોને રૂ.25 લાખ સુધીનો દંડ ફટકારવા અંગેની તાકીદ કરી છે. આવાનારા દિવસોમાં પ્રદુષણ ઓકતા એકમો સામે તવાઇ નિશ્રિત માનવામાં આવી રહી  છે.

 વાપી સીઇટીપીના પરિણામ ઉપર-નીચે થતાં હોય છે.  દિલ્લી એનજીટીએ  મુંબઇની કચેરીને પણ  કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તરત જ સુપ્રિમકોર્ટમાંથી સ્ટે મળી ગયો હતો.  આ કેસને  ગ્રીન એન્વાયરો સુપ્રિમકોર્ટમાં પડકારશે. સુપ્રિમકોર્ટમાંથી સ્ટે  મળી જશે એવો  અમને વિશ્વાસ છે.  સીઇટીપીના હાલના પરિણામો સારા આવી રહ્યાં છે. -  એસ.એસ.સરના, ડિરેકટર,ગ્રીન એન્વાયરો  વાપી

દિલ્હી એનજીટીએ એક તરફી નિર્ણય આપ્યો છે.  ગ્રીન એન્વાયરો અને અમારા પક્ષને સાંભળ્યાં વગર જ ઓર્ડર કરાયો છે. 2017માં  થયેલી  પિટિશનના  આધારે  દંડ  ફટકાર્યો  છે,  પરંતુ  અમે  આ  કેસમાં  સુપ્રિમકોર્ટમાં  જઇને  સ્ટે  લઇ  આવીશું.  વીઆઇએ,ગ્રીન  એન્વાયરો,  તમામ  જવાબદાર  લોકો  સંકલન  કરી  આ  મામલાને  ઝડપથી  હલ  કરી  દઇશું.  અમને  ખાતરી  છે  કે  અમે  સફળ  થઇશું. - પ્રકાશ ભદ્રા, પ્રમુખ,વીઆઇએ વાપી  

સૌ પ્રથમ આટલો મોટો દંડ થાય તે મેટરની જાણ મેમ્બરોને હોદેદારોએ કરી જ નથી. વીઆઇએ હોદેદારોની નિષ્ફળતાના કારણે આ પરિણામ આવ્યું છે.  પ્રમુખને ઉથલાવવા એજીએમ બોલાવાઇ છે. તો આટલી મોટા કેસમાં એજીએમ કેમ બોલાવામાં ન આવી. આ કેસમાં વીઆઇએના હોદદારોએ ધ્યાન  ન  આપતાં  હવે મેમ્બરોએ તેનું પરિણામ ભોગવવું પડશે. -  શરદ ઠાકર,માજી વીઆઇએ પ્રમુખ ,વાપી