તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમણમાં કાર ડિવાઇડર સાથે અથડાઇ, ચાર યુવકોનાં મોત નિપજ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારના આગળના ભાગનો ખુરદો બોલી ગયો - Divya Bhaskar
કારના આગળના ભાગનો ખુરદો બોલી ગયો
  • પારડીના ચાર યુવકોના મોત
  • આખી કાર લોહીથી ખરડાઈ
સુરતઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મોડી રાત્રે એક કારનો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. દમણના પતલિયા ખાતે કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાતા કારમાં સવાર ચાર યુવકોના મોત નિપજ્યાં હતાં. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

દમણના પતલિયા ખાતે વલસાડ જિલ્લાના યુવકો આઈ-20 કાર(GJ-15- AD-6636)માં પસાર થઈ રહ્યા હતા. ફુલ સ્પીડમાં જતા કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને પંચાનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. અને વધુ તપાસ હાથ ધરી હતી.

કારના આગળનો ભાગનો ખુરદો બોલી ગયો હતો. કાર અને રોડ લોહીથી ખરડાઈ ગયો હતો. કારને થયેલા નુકસાન પરથી કારની સ્પીડ પણ વધુ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કારના ડ્રાઈવરને ભારે જહેમતે બહાર કાઢવામાં આવ્યો હતો. 

  • કૃણાલ રમણભાઈ પટેલ
  • જીજ્ઞેશ હસમુખભાઈ પટેલ
  • સુરજ રાજુભાઈ હળપતિ
  • સાગર રાજુભાઈ ધિન્ડે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો