તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ-ડાંગની ચૂંટણી સભામાં નવજોત સિધ્ધુની નરેન્દ્ર મોદી વિરુધ્ધ આક્ષેપોની ફટકાબાજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાફેલની જગ્યાએ ફાઈલ ઉડી ગઈ
  • મોદી ખોટુ બોલવામાં હિસાબ નથી કરતા
સુરતઃલોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પ્રચારના જોર શોરથી થઈ રહ્યો છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ઘુ વલસાડ-ડાંગમાં સભા સંબોધી હતી. સિદ્ઘુએ નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, મોદીજી ખોટું બોલવામાં હિસાબ રાખતા નથી. મન આવે તેમ બોલી નાખે છે 15 લાખ રૂપિયા આપવાની વાત હતી તે ક્યાં છે. રાફેલ પ્લેન તો ન ઉડ્યાં પણ તેની ફાઈલ જ ઉડી ગઈ છે. ગંગાના લાલ બનીને આવેલા મોદીજી અત્યારે રાફેલના દલાલ બની જશે. માલ્યા, નિરવ મોદી, લલિત મોદી ભાગ્યા ત્યારે ચોકીદાર ક્યાં હતાં તેવા પ્રહારો સિદ્ઘુએ કર્યાં હતાં.