35 વર્ષ પહેલા રાષ્ટ્રપતિ સ્વ.જ્ઞાની ઝૈલસિંહ આવ્યા હતા, આવતી કાલે દાનહ અને દમણ-દીવની મુલાકાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવકારવા રિવરફ્રન્ટ સાથે દમણ ગંગા નદીના પુલને સુંદર રંગબેરંગી રોશનીઓથી શણગારાયો - Divya Bhaskar
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવકારવા રિવરફ્રન્ટ સાથે દમણ ગંગા નદીના પુલને સુંદર રંગબેરંગી રોશનીઓથી શણગારાયો
  • બે દિવસ સુધી રોકાણ કરીને અનેક કાર્યક્રમમાં હાજરી આપશે

સુરતઃ દાનહ અને દમણમાં રાષ્ટ્રપતિના સ્વાગતની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્રદેશમાં 35 વર્ષ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.જ્ઞાનિ ઝૈલસિંહ મુલાકાતે આવ્યા હતા. હવે વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી રહ્યા છે.

દમણના જંપોર ખાતે સી ફ્રન્ટનું લોકાર્પણ કરશે
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીનું 1954માં આઝાદ થયા બાદ 1961ની સાલમાં ભારત ગણરાજ્ય સાથે જોડાણ કરાયું હતું. જોડાણના લગભગ અઢી દશક બાદ એ સમયના દેશના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ તારીખ 15 અને 16-12-1986 માં પ્રદેશની મુલાકાતે આવ્યા હતા તે સમયે ખાનવેલ ખાતે ખાનવેલા ગાર્ડન, રેસ્ટ હાઉસ, દાદરા ખાતે વનગંગા ગાર્ડન સેલવાસ ખાતે ઇન્દિરા ગાંધીની પ્રતિમાનું અનાવરણ અને અંબોલી ખાતે કાથોડી સમાજના લોકો માટે વસાહતનું ઉદઘાટન કર્યું હતું. આ સમયને સેલવાસવાસીઓ યાદ કરી રહ્યા છે. આટલા વર્ષો વિત્યા બાદ ભારતના રાષ્ટ્રપતિ ફરી દાનહ અને દમણની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દમણના જંપોર ખાતે સી ફ્રન્ટનું લોકાર્પણ સાંજે 4.45 કલાકે, સવારે સ્વામી વિવેકાનંદ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જનસભાને સંબોધશે. જ્યારે સાંજે 7 કલાકે સેલવાસ રિવરફ્રન્ટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ ભાગ લેશે જેને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

સેલવાસ-દમણમાં સરકારી ઇમારતો સ્મારકો શણગારાયા
સેલવાસ દમણ ગંગા સર્કિટ હાઉસ અને રિવરફ્રન્ટ સાથે દમણ ગંગા નદીના પુલને સુંદર રંગબેરંગી રોશનીઓથી શણગારાયો છે સર્કિટ હાઉસ નજીક એક સુંદર બગીચો ઉભો કરાયો છે. રિવરફ્રન્ટ ખાતે 17 ફેબ્રુઆરીએ રાત્રે 8 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ રખાયો છે .દમણમાં પણ જાહેર માર્ગો,આૈતિહાસિક ઇમારતો,ફોર્ટ,નાની-મોટી દમણને જોડતો પુલ વિગેરેને રોશનીથી શણગારવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ માટે આ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
દાનહના એસપી શરદ દરાડે સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, રિવરફ્રન્ટ ખાતે રાષ્ટ્રપતિનો કાર્યક્રમ રખાયો હોય જેમાં આમંત્રિત મહેમાનો માટે અલગ વ્યવસ્થા રખાઇ છે અને જાહેર જનતા માટે રિવરફ્રન્ટના એક હિસ્સામાં બેરીકેટ લગાવી એલઇડી સ્ક્રીન દ્વારા સીધું પ્રસારણ કરાશે. એની સાથે ટ્રાફિકને કંટ્રોલ કરવા પીપરીયા રિંગ રોડથી ડોકમરડી થઇ લાયન્સ સ્કૂલ થઇ સામરવરણી રિંગ રોડનું ડાયવર્ઝન અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...