બારડોલી / ઝોમેટો-સ્વિગીના 2 ડિલિવરી બોય, બુટલેગર સામે ગુનો નોંધાયો

Zomato and Swiggy's 2 delivery boy and Bootlegger fir file

  • ફૂડ ડિલિવરીની આડમાં દારૂની હોમ ડિલિવરીના ભાસ્કરના અહેવાલના પગલે  પોલીસે કાર્યવાહી કરી
  • જ્યાં જ્યાં દારૂની ડિલિવરી આપવામાં આવી ત્યાં પોલીસે સર્ચ કરી વીડિયોગ્રાફી શરૂ કરી

Divyabhaskar.com

Nov 17, 2019, 01:31 AM IST
બારડોલી: જાણીતી ફૂડ ડિલિવર કરતી કંપની ઝોમેટો અને સ્વિગીની આડમાં તેમના ડિલિવરી બોય બારડોલી નગરમાં દારૂની હોમ ડિલિવરી કરી રહ્યા હોવાના ચોંકાવનારો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયા બાદ બારડોલી પોલીસ હરકતમાં આવી હતી. બંને કંપનીમાં કામ કરતા ડિલિવરી બોયને પોલીસ મથકે લઈ આવી તેમની પૂછપરછ શરૂ કરી હતી. એ પૈકીના 02 ડિલિવરી બોય અને દારૂ પૂરો પાડનાર એક મહિલા બુલેગર સહીત 4 સામે ગુનો નોંધ્યો હતો.
બારડોલી નગરમાં જાણીતી કંપનીના ફૂડ ડિલિવરી કરતા ડિલિવરી બોયો દ્વારા નગરના જુદાજુદા સ્થળે દારૂ પૂરો પાડવા અંગેનો અહેવાલ શનિવારે દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા જ સમગ્ર નગરમાં દારૂની ડિલિવરીની બાબતે ચોરે અને ચોટે ચર્ચા ચાલી હતી.
આ અહેવાલના પગલે બારડોલી પોલીસે આ બંને કંપની સાથે સંકળાયેલા અંદાજિત 35 જેટલા ડિલિવરી બોયને પૂછપરછ અર્થે પોલીસ મથકે તેડાવ્યા હોવાનું જાણવા મળેલ છે, આ પૈકીના મિનેષ ઉમેશભાઈ પટેલ (રહે.આશાપુરી, બારડોલી) અને વિનોદ ગોવિંદભાઈ સાટે (રહે.બાબેન બારડોલી)ની દારૂ ડિલિવર કરવામાં મુખ્ય ભૂમિકા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે એમની વધુ પુછપરછ કરતા જુદાજુદા સ્થળે ડિલિવર કરેલ દારૂનો બાટલીઓ રશ્મિ સુભાષભાઈ રાઠોડ (રહે.સુરતી ઝાંપા બારડોલી) પાસે અને અસ્તાન ગામ નજીક એક અજાણ્યા ઈસમ પાસે મેળવી બાદમાં જુદાજુદા સ્થળે ડિલિવરી આપી હતી.
પોલીસે 2 ડિલિવરી મેન અને દારૂ પૂરો પાડનાર એક મહિલા અને અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે દિવસ દરમિયાન જુદી જુદી જગ્યાઓ એ તપાસ પણ કરી હતી.
વ્યારા પોલીસ દ્વારા ડિલિવરી મેનનું ચેકિંગ હાથ ધરાયું
વ્યારા |
દક્ષિણ ગુજરાતમાં સુરત-બારડોલી શહેરોમાં ઝોમેટો અને સ્વીગીની અડમાં ફૂડ ડિલેવરી મેનો દારૂની ડિલિવરી કરતા હોવાનો અહેવાલ દિવ્યભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં થયો હતો. જેના પગલે તાપી જિલ્લાના મુખ્ય વડામથક વ્યારા ખાતે પણ તાપી જિલ્લા પોલીસ તંત્ર વ્યારા નગરમાં વિવિધ હોટલો માંથી જમવાના ઓર્ડરોના ફૂડ સપ્લાય કરતા ઝોમેટો અને સ્વીગીના ડીલેવરી મેનોને ઉભા રાખ્યા હતા, અને તેમના બોક્સ ચેક કર્યા હતા. તેમજ ડીલેવરી કરતા ઇસમોને કોઈપણ જાતના ગેરકાયદેસર વસ્તુઓના ઉપયોગ બાબતે સમજ આપી હતી.
X
Zomato and Swiggy's 2 delivery boy and Bootlegger fir file

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી