તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસુમાં VIP રોડ પર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત, 8 મહિના બાદ લગ્ન થવાના હતા, CCTV

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરે ટિફિન લેવા જતા અકસ્માત નડ્યો
  • ડિવાઈડર સાથે માથું અથડાતા મોત

સુરતઃ વેસુ વીઆઈપી રોડ પર બાઈક સ્લીપ થતારનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા અને પોલીસ પણ પહોંચી ગઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક બાઈક સવારના આઠ મહિના બાદ મે મહિનામાં લગ્ન થવાના હતા.

મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા
મળતી માહિતી પ્રમાણે, પાંડેસરાના કૈલાસમાં રામવિકાસ મહેશ યાદવ(ઉ.વ.27) માસીઆઈ ભાઈ સાથે રહેતો હતો. અને ડુમસમાં કામ કરતો હતો. આજે ડુમસથી બાઈક(GJ-05-SA-6453) પર ઘરે ટિફિન લેવા માટે જઈ રહ્યો હતો. દરમિયાન વેસુના વીઆઈપી રોડ પર બાઈક સ્લીપ થઈ ગઈ હતી. રામવિકાસ 20 મીટર સુધી ઢસડાયો હતો અને ડિવાઈડર સાથે માથું અથડાયું હતું. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સીસીટીવીની તપાસ કરી રહી છે
મૃતક રામવિકાસના ભાઈ ઉમેશેએ જણાવ્યું હતું કે, ઉતરપ્રદેશનો રામવિકાસ પાંડેસરાના કૈલાસ નગરમાં રહેતો હતો. આજે ડુમસથી ઘરે ટિફિન લેવા આવી રહ્યો હતો. દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે સીસીટીવીની તપાસ કરી હતી જેમાં બાઈક સ્લીપ થતા મોત થયું હોવાનું સામે આવ્યું હતું. રામવિકાસના લગ્ન આગામી મે મહિનામાં નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે મોતની જાણ પરિવારને કરવામાં આવતા શોકનો માહોલ છવાયો છે.