તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાંથી છેલ્લા 10 વર્ષમાં 350થી વધુ કિડનીના દાનથી લોકોને નવું જીવન અપાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ભારતમાં કિડનીના રોગનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે
 • સુરતમાં ઘણી સંસ્થાઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પણ સક્રિય છે

સુરતઃ કિડનીના રોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે 14મી માર્ચે વિશ્વ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવા છે. સુરત શહેરમાં છેલ્લા 10 વર્ષમાં 350થી વધુ કિડનીઓનું દાન થયું છે.  કિડનીના રોગાનું પ્રમાણ વધી રહ્યું છે. તેની પાછળનું કારણ લોકોમાં તે અંગેની જાગૃતીનો અભાવ હોવાનું મનાય છે.

કિડનીના રોગોની સારવાર ખૂબ જ મોંઘી
વિશ્વમાં 85 કરોડ લોકો કોઈને કોઈ પ્રકારની કિડનીના રોગથી પીડાતા હોય છે. કિડનીના રોગોની સારવાર ખૂબ જ મોંઘી હોય છે. સુરત શહેરમાં ઘણી સેવાકિય સંસ્થાઓ ડાયલીસીસની સારવાર નિઃશુલ્ક અને ઘણી સંસ્થાઓ નજીવા દરે સારવાર આપે છે. ઘણી સંસ્થાઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પણ સક્રિય છે. આવા સંજોગોમાં સુરત સમગ્ર રાજ્યમાં કિડની ડોનેશન મામલે સૌથી અવ્વલ છે. છેલ્લા એક દશકામાં સુરત શહેરમાં 350થી વધુ કિડની ડોનેશન થયા છે.

ડાયાબિટીસ-હાઈબ્લડ પ્રેશર કિડની બગાડી શકે
કિડની ખરાબ થવાના બે મુખ્ય કારણોમાં ડાયબિટીસ અને હાઈબ્લડ પ્રેસર છે. ડાયબિટીસ અને બ્લડ પ્રેસર અંગે નિયમીત તપાસ કરવામાં આવે તો કિડનીમાં થતા રોગોને અટકાવી શકાય છે. જે વ્યક્તિને ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર તેમજ આ બંને રોગ થયા હોય તેમને નિયમીત દવા લેવી જોઈએ. નિયમીત રીતે ડોક્ટરોનું માર્ગદર્શન લઈ ચેકઅપ કરાવવું જોઈએ.

સુરત અંગદાનમાં મોખરે
ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, શહેરમાં અંગદાન સૌથી વધુ થાય છે. હ્રદય,લિવર, પેન્ક્રિયાસ અને કિડનીના દાન સૌથી વધુ થાય છે. લોકો અંગદાન કરવામાં આગળ જ રહે છે. કર્ણની ભૂમિ ગણાતા સુરતમાં માત્ર રૂપિયાના જ નહીં પરંતુ અંગોના દાન આપીને માનવતા મહેકાવવામાં આવી રહી છે. જેના થકી જ અત્યાર સુધીમાં 350થી વધુ કિડનીઓના દાન થઈ ચુક્યાં છે.

લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ છે
જૂની સિવિલ હોસ્પિટલના ડોક્ટર શક્તિએ જણાવ્યું હતું કે, લોકોમાં અંગદાન પ્રત્યે સારી જાગૃતિ છે.કોઈ પેશન્ટ બ્રેઈનડેડ જાહેર થાય ત્યારબાદ તેમના સંબંધીઓને અંગદાન અને તેનો મહિલા કહેવામાં આવે તો દર્દીના સંબંધીઓ કોઈનો જીવ બચતો હોય તો આગળ વધવા જાગૃતિ દાખવે છે. પોતાના સંબંધીને ગુમાવવાનું દુઃખ જરૂર હોય છે પરંતુ કોઈની જીંદગી બચાવવામાં પણ સુરતીઓ પાછા પડતા નથી.

સાસુએ પુત્રવધુને કિડની આપી
વર્ષ 2018માં સુરતના આઈમાતા ચોક વિસ્તારમાં રહેતા વ્યાપારી નંદકિશોરની પત્ની આશાબેનની કીડની ફેઈલ થઈ ગઈ હતી. ડોક્ટરોએ કીડની બદલે તો જ તેમનો જીવ બચે એમ કહેતા સાસુ શાંતિદેવીએ કીડની આપવા તૈયારી દર્શાવી હતી. સાસુ શાંતિદેવીની કીડની વહુ આશાબેનમાં ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. આ અંગે માહેશ્વરી સમાજમાં જાણ થતાં સમાજના અગ્રણીઓએ સાસુ શાંતિદેવીનું સન્માન કર્યું હતું. સાસુની કિડની સાથે જીવતી વહુ આશાબેને જણાવ્યું હતું કે, કિડની આપનાર મારી સાસુ ખરેખર માતા બન્યા છે.

વર્ષ ડોનેશનટ્રાન્સપ્લાન્ટ
2006 1413
2007 109
20082018
20091210
2010 2220
2011 1211
2012 44
2013 1614
2014 1211
20153425
20165447
2017 6252
2018 5347
2019-203532

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો