સુરતમાં પ્રસાદના લાડુમાં કેફી પદાર્થ ખવડાવી મહિલા પર બળાત્કાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નગ્ન ફોટા વહેતાં કરવાની ધમકી આપી હતી
  • 30 લાખની માગણી કરતાં પીડિતાએ ફરિયાદ કરી

સુરત: ઓરિસ્સાથી સુરત ખાતે રોજગારી અર્થે દેલાડ ગામે આવીને રહેલા પરિવારની મહિલાને વતનના ગામનો ઓળખતો પરણીત યુવાને વિશ્વાસમાં લઈને ભગવાનના પ્રસાદના લાડુમાં ગેન યુક્ત પદાર્થ ખવડાવ્યું હતું. પરણીત મહિલા બેભાન થઇ જતા તેની મરજી વિરુધ્ધ બળાત્કાર કર્યો હતો, બાદમાં પરણિતાના નગ્ન અને અશ્લીલ વિડીઓ બનાવી વાયરલ કરવાની ધમકી આપી એક વર્ષ સુધી વારંવાર બળાત્કાર કરી 30 લાખની માગણી કરી બ્લેકમેઇલ કરવાની ઘટનામાં યુવાન વિરુધ્ધ ગુનો નોંધાયો છે.

પીડિતાને નગ્ન કરી ફોટા પાડી બળાત્કાર કર્યો
26મી મે 2018ના રોજ પીડિતાનો પતિ નોકરી પર ગયેલ હોઈ તે ઘરે એકલી હતી. ત્યારે સુશાંત પરીડા આવી ભગવાનનો પ્રસાદ હોવાનું જણાવી મીઠા લાડુ ખાવા આપતા તે ઓળખીતો હોવાથી વિશ્વાશમાં આવીને લાડુ ખાતા જ ચક્કર ખાઈને બેભાન થઇ ગઇ હતી. યુવકે તેનો લાભ ઉઠાવી પીડિતાને નગ્ન કરી ફોટા પાડી બળાત્કાર કર્યો હતો.