ભરથાણા ગામના તળાવમાં મહિલાએ મોતની છલાંગ મારી, પતિ કિનારે રડતો રહ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાયર વિભાગે મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો - Divya Bhaskar
ફાયર વિભાગે મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો
  • પત્ની એકવાર તળાવમાં કૂદી ગયા બાદ પતિ બહાર કાઢી લાવ્યો હતો
  • સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પતિ અને પત્ની બંને દારૂના નશામાં હતા

સુરતઃ ભરથાણા ગામના તળાવમાં મહિલાએ મોતની છલાંગ મારી હતી. જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોડી રાત્રે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પતિની નજર સામે જ પત્ની તળાવમાં કૂદી ગઈ હતી અને પતિ કિનારે બેઠો-બેઠો રડી રહ્યા હતો.

પાણીમાં ગરકાવ મહિલાનો મૃતદેહ મળ્યો
મળતી માહિતી પ્રમાણે, ભરથાણા ગામમાં રાધાબેન ઉર્ફે ઝાલુડી રાકેશ રાઠોડ પતિ સાથે રહેતા હતા. અને મજૂરી કામ કરતા હતા.ગત રોજ મોડી સાંજે દારૂના નશામાં પતિ અને પત્ની તળાવ પાસે આવીને પડ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પત્ની એકવાર તળાવમાં કૂદી ગયા બાદ પતિ બહાર કાઢી લાવ્યો હતો. ત્યારબાદ બીજાવાર કૂદી પડી હતી અને પતિ પત્નીને ડૂબતી જોઈ રડી રહ્યો હતો. મહિલા કૂદી પડી હોવાની જાણ નજીકમાં આવેલા મહેંદીપુર બાલાજી મંદિરના યોગીજીએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર વિભાગે મોડી રાત સુધી શોધખોળ કરી હતી. જેમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ તપાસ પોલીસ કરી રહી છે.