અમરોલીમાં બાઈક સ્લીપ થતા મહિલાનું મોત, પ્રેમિકાના મૃતદેહ અને ઘાયલ બાળકને છોડી પ્રેમી હોસ્પિટલમાંથી ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈજાગ્રસ્ત થયેલું બાળક - Divya Bhaskar
ઈજાગ્રસ્ત થયેલું બાળક
  • ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે
  • મૃતક મહિલાની દીકરી મળી આવી, પ્રેમીની શોધખોળ જારી

સુરતઃ અમરોલીમાં નવા વર્ષના દિવસે બપોરે બાઈક ડિવાઇડર સાથે અથડાયા બાદ સ્લીપ થતા ઇજાગ્રસ્ત થયેલા બાળક સહિત બે પૈકી મહિલાનું મોત નીપજ્યું હતું. જોકે, મહિલાના મોતની જાણ થતા લિવઈનમાં રહેતો યુવક હોસ્પિટલમાં સારવાર લેતા બાળક અને પ્રેમી મહિલાના મૃતદેહને છોડીને ફરાર થઈ ગયો હતો.

ડિવાઈડર સાથે બાઈક અથડાતા સ્લીપ થઈ હતી
મળતી માહિતી પ્રમાણે, નવા વર્ષના દિવસે અમરોલી વિસ્તારમાં કોસાડમાં રહેતા 27 વર્ષીય રેખાબેન,  તેમનો પાંચ વર્ષના પુત્ર અને લિવઈનમાં રહેતા શકો ઉર્ફે ત્રિભુવન બાગુલ સાથે બાઈક પર જતા હતા. દરમિયાન અમરોલીના બ્રિજ નીચે ડિવાઈડર સાથે બાઈક અથડાતા સ્લીપ થઈ હતી. જેમાં ઇજા પામેલા ત્રણેયને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે રેખાબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઈજા પામેલા બાળકને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.

મૃતક મહિલાની દીકરી મળી આવી
રેખાબેનનું મોત નીપજ્યા હોવાનું જાણ થતાની સાથે તેમનો પ્રેમી હોસ્પિટલમાં રેખાબેનનો મૃતદેહ અને ઇજાગ્રસ્ત બાળકને છોડીને જતો રહ્યો હતો. આ અંગે પોલીસને જાણ થતા નવી સિવિલ ખાતે જઈ તપાસ હાથ ધરી હતી. અને પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બાળકનું નામ નરસિંગ રવજીભાઈ ધુમડિયા (ઉ.વ.5) હોવાનું સામે આવ્યું હતું.  મૃતક મહિલા રેખા 3 વર્ષ પહેલા દીકરાને લઈને પ્રેમી ત્રિભુવન સાથે ભાગી આવી હતી અને અમરોલીમાં લિવઈનમાં રહેતા હતા. પ્રેમીએ અકસ્માત અંગે વતનમાં જાણ કરતા ત્યાંથી રેખાબેનની દીકરીને જાણ કરવામાં આવી હતી. જેથી તે હોસ્પિટલ પહોંચી હતી. દરમિયાન અમરોલી પોલીસ પણ પહોંચી ગઈ હતી. હાલ પ્રેમીની શોધખોળ હાથ ધરી છે.