તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુમુલ ડેરી રોડ પર ધાડપાડુઓએ ગન બતાવીને વોચમેનને બંધક બનાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા - Divya Bhaskar
આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા
  • પુષ્પકુંજ સોસાયટીમાં બુકાનીધારીઓ ઘૂસ્યા : સીસીટીવીમાં કેદ
  • મધરાત્રે ધાડપાડુઓએ સીડીથી ઘર પર ચઢી ચોરીનો પ્રયાસ
  • વેપારીના પત્ની જાગી ગયા, બૂમાબૂમ કરતા સોસાયટીની કંપાઉન્ડ દિવાલ કૂદીને ભાગ્યા

સુરતઃ કતારગામમાં મધરાત્રે ધાડપાડુઓ ત્રાટક્યા હતા. તેઓએ સોસાયટીના કંપાઉન્ડમાં રિવોલ્વર સાથે ઘુસી આવીને વોચમેનને ધમકી આપીને બાંધી દીધો હતો.ત્યાર બાદ સીડીથી ઉપર ચઢીને બારી પાસે પહોંચ્યા ત્યારે અવાજ આવી જતા વેપારી અને તેમની પત્ની જાગી ગયા હતા. તેઓએ બૂમાબૂમ કરતા ધાડપાડુઓ ભાગી ગયા હતા. ધાડપાડુઓ રિવોલ્વર સાથે આવતા સીસી કેમેરામાં દેખાય છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
કતારગામની હદ્દમાં સુમુલ ડેરી રોડ પર પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા અવનીશ બાબુભાઈ ગોધાણી સચીન વિસ્તારમાં ટાઈમ્સના નામથી ઇન્ટીરિયર ડિઝાઈન માટેના મટેરિયલ્સનો વેપાર કરે છે. જુની પુષ્પકુંજ સોસાયટીમાં પ્રહલાદ સૈયાણી વોચમેન છે. રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે પાંચેક ધાડપાડુઓ સોસાયટી કંમ્પાઉન્ડમાં આવ્યા હતા. તેઓએ વોચમેન પ્રહલાદને બાંધી દીધો હતો. ત્યાર બાદ સીડીથી ઉપરના માળે અવનીશના ઘરની બારી સુધી પહોંચે છે. ત્યાં અવનીશ અને તેમના પરિવારને કાંઈ અજુગતું લાગ્યું હતું. તેમને શંકા ગઈ કે ચોરો આવ્યા હોઈ શકે છે. તેઓએ રૂમમાંથી બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. તેથી ધાડપાડુઓ ગભરાઈ ગયા હતા. તેઓએ તત્કાલિક ભાગવા લાગ્યા હતા. તેઓ સોસાયટીની કમ્પાઉન્ડ દિવાલ કુદીને નાસી ગયા હતા. આ બાબતે શુક્રવારે બપોરે અવનીશ ગોધાણીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એસીપી ડી.જે.ચાવડાએ જણાવ્યું હતું કે પોલીસ આરોપીઓને શોધી રહી છે. લોકોએ પણ વધુ સતર્ક રહેવાની જરૂરત છે. મોટી સોસાયટી હોય તો એકથી વધુ સિક્યુરીટી ગાર્ડ રાખવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...