તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 એકર અને 110 કરોડના ખર્ચે બનેલા દાંડી સત્યાગ્રહ સ્મારકમાં મુલાકાતીઓ નાક બંધ કરીને તરસ છિપાવવા મજબૂર બન્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રસાધનની બાજુમાં જ પરબ! - Divya Bhaskar
પ્રસાધનની બાજુમાં જ પરબ!

સુરતઃ સ્વસ્છતાના આગ્રહી બાપુની પુણ્યતિથિએ ગુજરાતને ઐતિહાસિક દાંડી સત્યાગ્રહ સ્મારકની ભેટ મળી હતી. દિવાળીની રજાઓમાં 5 થી 6 હજાર મુલાકાતીઓને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. 15 એકર અને 110 કરોડના ખર્ચે બનેલા આ સ્મારકમાં પ્રસાધન અને પાણીનું પરબ એક જગ્યાએ રાખવામાં આવ્યું છે. ઊભા પણ ન રહી શકાય એવા પ્રસાધનમાં લોકોએ તરસ છીપાવવા માટે મજબુર બનવું પડે છે. 

કામ ચલાઉ ધોરણે વ્યવસ્થા ઊભી કરી છે
હાલ, અહીં કામ ચલાઉ ધોરણે જ પાણીની વ્યવસ્થા ઉભી કરવી પડી છે.વેકેશનને લઈ મુસાફરોના ધસારાને જોતા આમ કરવું પડ્યું છે.મેમોરીયલના ડિઝાઇનમાં પીવાના પાણી માટે અંદરની બાજુ વ્યવસ્થા નથી.તે બહારના ભાગે આયોજન થયું છે. પરંતુ લોકોને મેમોરિયલમાં પીવા માટે પાણીની જરૂરિયાત હોવાનું જણાતા કામ ચલાઉ ધોરણે અહીં વ્યવસ્થા કરી છે.બીજે કુલર રાખવાની જગ્યા નથી.આગામી સમયમાં તેની વ્યવસ્થા કરી દેવાશે. - યોગેશભાઈ સુતરિયા, દાંડી મેમોરિયલ સ્મારક સંચાલક.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો