સુંવાલી કાંઠાના ગામોની જમીનને પાલિકાએ સેનેટરી લેન્ડફીલ સાઈટ તરીકે પસંદ કરતાં ગામલોકોનો વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્લેક્ટર કચેરીએ ગામલોકોએ આવેદનપત્ર આપીને ડમ્પિંગ સાઈટના નિર્ણયનો વિરોધ કર્યો હતો. - Divya Bhaskar
ક્લેક્ટર કચેરીએ ગામલોકોએ આવેદનપત્ર આપીને ડમ્પિંગ સાઈટના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
  • ગામના લોકોએ ક્લેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો
  • સુંવાલી સહિતના 12થી વધુ ગામના લોકોએ આવેદનપત્ર આપ્યું

સુરતઃગજીરા વિસ્તારના ગામોમાં સુંવાલી,શિવરામપુર તથા મોરા ગામની સરકારી જમીનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સેનેટરી લેન્ડફીલ સાઈટની પસંદગી કરવામાં આવતાં ગામલોકો વિરોધ કરી રહ્યાં છે. ગામના રહીશો દ્વારા ક્લેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ગામના લોકોએ કહ્યું હતું કે, કચરો નાખવામાં આવશે તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શિત કરશે અને જમીન નહીં પણ જીવ આપવાની નારેબાજી ક્લેક્ટર કચેરીમાં કરવામાં આવી હતી.

ગામડાઓનો વિનાશ થશે-ગ્રામવાસી
ગામના લોકોએ જણાવ્યું હતું કે, ડમ્પિંગ સાઈટ ઉભી કરવામાં આવતાં સુંવાલી સહિતના 12થી વધુ ગામોને અસર થશે. અગાઉ 42 ટકા જમીન સંપાદન કરવાનો નિયમ હતો પરંતુ તેમ છતાં 65 ટકા જેટલી જમીન સંપાદીત થઈ ચુકી છે ત્યારે ગામડાઓ પડી ભાંગશે સાથે જ કચરાની સાઈના કારણે ગામડાઓનો વિનાશ થઈ જશે. ઉદ્યોગાના ભારણને કારણે આ વિસ્તારમાં આરોગ્ય,ટ્રાફિક તથા રસ્તાના બાબતે વારંવાર ફરિયાદો ઉઠતી રહેવા છતાં કોઈ કામ કે પ્રશ્નોના નિરાકરણ આવતાં નથી. પાલિકાનો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...