ડુમસ નજીક આવેલી વિબ્ગ્યોર સ્કૂલની બસના ડ્રાઈવરોને છૂટા કરી દેવાતા ક્લેક્ટરને રજૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડ્રાઈવરોને છૂટા કરી દેવામાં આવતાં ક્લેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં. - Divya Bhaskar
ડ્રાઈવરોને છૂટા કરી દેવામાં આવતાં ક્લેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં.
  • 37 જેટલા બસના ડ્રાઈવરનો છૂટા કરી દેવાતા રજૂઆત કરાઈ

સુરતઃડુમસ નજીક આવેલી વિબ્ગ્યોર સ્કૂલની બસના ડ્રાઈવરોને છૂટા કરી દેવાયા હતાં. જેથી છૂટા કરી દેવાયેલા કર્મચારીઓ ગુજરાત લેબર યુનિયન સુરતના નેજા હેઠળ ક્લેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં. સામી દિવાળીએ જ છૂટા કરી દેવાતા તેના પરિવારની રોજીરોટીનો સવાલ ઉભો થયો હોવાની રજૂઆત ક્લેક્ટરને કરી હતી.

પગાર-બોનસ મંગાતા છૂટા કરાયા
ડુમસ રોડ પર આવેલી વિબ્ગ્યોર સ્કૂલમાં વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાનું કામ કરતાં બસ-વાનના ડ્રાઈવરોને સ્કૂલ સંચાલકો તરફથી છૂટા કરી દેવામાં આવ્યાં હતાં. એક સાથે 37 ડ્રાઈવરોને છૂટા કરી દેવામાં આવતાં ડ્રાઈવરો ગુજરાત લેબર યુનિયનના નેજા હેઠળ ક્લેક્ટરને મળવા ગયાં હતાં. ક્લેક્ટરને રજૂઆત કર્યા બાદ ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે, સામી દિવાળી છે ત્યારે પગાર વધારો અને બોનસ માટેની માંગણી કરવામાં આવી હતી એ જેથી રોષ રાખીને અનુભવી ડ્રાઈવરોને છૂટા કરવામાં આવ્યા હતા જ્યારે તેની સામે બિન અનુભવિ અને લાયસન્સ કે બેઝ ન હોય તેવા ડ્રાઈવરોને લેવામાં આવ્યા હોવાનો રોષ રાખ્યો હતો.

અમે આઉટ સોર્સ કરીએ છીએઃ સ્કૂલ મેનેજમેન્ટ
સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું કે, અમારો કોઈ રોલ નથી હોતો. અમે આઉટસોર્સ કરીએ છીએ. થર્ડ પાર્ટી સેવા લઈએ છીએ. થર્ડ પાર્ટીનો કોન્ટ્રાક્ટ પુરો થયો હતો. સ્કૂલ મેનેજમેન્ટને આ બાબતે કોઈ લેવા દેવા નથી.

અન્ય સમાચારો પણ છે...