ફિઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ યથાવત રાખવા વેન્ડરોએ ક્લેક્ટરને રજૂઆત કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈ સ્ટેમ્પના વિરોધમાં સ્ટેમ્પ વેન્ડરોએ આવેદનપત્ર આપ્યું હતું. - Divya Bhaskar
ઈ સ્ટેમ્પના વિરોધમાં સ્ટેમ્પ વેન્ડરોએ આવેદનપત્ર આપ્યું હતું.
  • રાજ્ય સરકારના નિર્ણયને વેન્ડરોએ મૂર્ખામીપૂર્ણ ગણાવ્યો
  • લોકોને સ્ટેમ્પ માટે હેરાનગતિનો સામનો કરવો પડશેઃવેન્ડર

સુરતઃરાજ્ય સરકાર દ્વારા ઈ સ્ટેમ્પના વેચાણની સાથે ફિઝીકલ સ્ટેમ્પનું વેચાણ આગામી 30મી સપ્ટેમ્બરથી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં સુરતમાં સ્ટેમ્પ વેન્ડરનું કામ કરતાં લાયસન્સ ધારકોએ ક્લેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે,ફિઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ પણ યથાવત રાખવું જોઈએ કારણ કે જો ફિઝીકલ સ્ટેમ્પ વેચાતા બંધ થઈ જશે તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

સરકારનો હેતુ સિધ્ધ નહીં થાયઃવેન્ડર


પિયુષ ધામેલીયા નામના સ્ટેમ્પ વેન્ડરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું આ મૂર્ખામીપૂર્ણ પગલું છે. જે હેતુ સિધ્ધ કરવા માટે ફિઝીકલ સ્ટેમ્પ બંધ કરવાની વાતો કરવામાં આવી રહી છે તે સિધ્ધ થશે નહીં અને ઉલટાનું લોકોને હેરાન વધું થવું પડશે. બેન્કો પણ ફ્રેકીંગ કે ઈ સ્ટેમ્પિંગ કરી શકતી નથી. પચાસ પૈસા અને રૂપિયો જેવું કમિશન હોય છે. ત્યારે અમારી રજૂઆત છે કે, અમારા સ્ટેમ્પ વેન્ડરના લાયસન્સ યથાવત રહે અને ભલે ઈ સ્ટેમ્પિંગ શરૂ રહે પણ ફિઝીકલ સ્ટેમ્પિંગ પણ શરૂ રાખવું જોઈએ.