મક્કાઈ પૂલ પર મહાનગરપાલિકાના દબાણ શાખાથી ભાગતાં લારીવાળાનું શાકભાજી રસ્તા પર રેલમછેલ થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસ્તા પર શાકભાજી વેરણ છેરણ થયા બાદ પાલિકની ટીમે તેને હટાવવાની કામગીર કરી હતી. - Divya Bhaskar
રસ્તા પર શાકભાજી વેરણ છેરણ થયા બાદ પાલિકની ટીમે તેને હટાવવાની કામગીર કરી હતી.
  • મોંધી શાકભાજી રસ્તા પર રેલમછેલ થઈ

સુરતઃમોંઘી શાકભાજી ગૃહિણીઓના બજેટ ખોરવી રહી છે ત્યારે શહેરના મક્કાઈપૂલ પર મોંઘા ટમેટા સહિતના શાકભાજી રસ્તા પર રેલમછેલ થયાં હતાં. મક્કાઈપૂલ નજીક શાકભાજીની લારીઓ ઉભી રહે છે. શાકભાજીની લારીઓના દબાણો દૂર કરવા મહાનગર પાલિકાની દબાણ શાખા આવી ગઈ હતી જેથી શાકભાજીની લારી વાળા મક્કાઈપૂલ પરથી નાસવા લાગ્યા હતાં. આ દરમિયાન મક્કાઈપૂલ પર ટમેટા સહિતની શાકભાજી રસ્તા પર રેલમછેલ થઈ ગઈ હતી. જેથી રસ્તા પરથી પસાર થતાં લોકોને રસ્તા પર પડેલા શાકભાજીને લઈને નવાઈ લાગી હતી કારણ કે આસમાનને આંબતા ભાવ વાળું શાકભાજી રસ્તા પર રઝળતું જોવા મળી રહ્યું હતું.
 

અન્ય સમાચારો પણ છે...