તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતી માંજો કાંચ અને ફેવિકોલથી મજબૂત બનતો હોવાથી લોકપ્રિય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડબગરવાડમાં સુરતી માંજો બનાવવામાં આવે છે - Divya Bhaskar
ડબગરવાડમાં સુરતી માંજો બનાવવામાં આવે છે
 • ઉત્તરાયણમાં સુરતી ઉંધીયા સાથે માંજો પણ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય બન્યો છે
 • કાંચ અને ફેવિકોલ સહિત મિશ્રણ દ્વારા બનતો સુરતી માંજો દેશ-વિદેશમાં વખણાય છે
 • સુરતી માંજાની ગુજરાત સહિત મહારાષ્ટ્ર, અમેરિકા અને દુબઇમાં ડિમાન્ડ છે

સુરતઃ લોચો, ઉંધિયુ અને પોંકની જયાફત માણવા લોકો સુરત શહેરના મહેમાન બને છે. જેમાં સુરતની બીજી પણ એક વિશેષતા છે, જે છે સુરતી માંજો. ઉત્તરાયણ ગુજરાતીઓનો પસંદગીનો તહેવાર છે, ત્યારે આ તહેવારે પતંગ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ આવે અને સુરતી માંજાની વાત ના થાય, તો કેમ ચાલે. ઉત્તરાયણ પહેલા સુરતી પતંગ રસિયાઓ કાંચ અને ફેવિકોલ સહિત મિશ્રણ દ્વારા બનતો માંજો ઘસાવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. મુંબઇ, કલકત્તા કે જયપુરનું આકાશ હોય કે અમેરિકા કે દુબઈનું આકાશ હોય આ આકાશમાં પતંગ કોઇપણ ચગે પણ ફિરકી તો સુરતની જ હોય. વર્ષોથી સુરતી માંજાની ડિમાન્ડ એવી ને એવી જ રહી છે.

માંજો ઘસવા માટે આગ્રાથી ખાસ કારીગરો સુરત આવે છે
સુરત શહેરને લોકો ડાયમંડ નગરી તરીકે તો કોઇ સિલ્ક સિટી તરીકે જાણે છે તો કેટલાંક ગુજરાતના કે બીજા રાજ્યોના પતંગ રસિયાઓ પણ ઉત્તરાયણનો ઉત્સવ સુરતી માંજા સાથે માણે છે. જ્યાં સુરત ખાતે તૈયાર થાય છે ધારદાર લુગ્દી માંજો. સુરતી માંજા ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં વેચાણ માટે જાય છે.  એટલું જ નહીં અમેરિકા અને દુબઇના પતંગ રસિયાઓ સુરતથી આ ખાસ માંજા ઓર્ડર આપી મંગાવે છે. માંજો તૈયાર કરવામાં ઘણી મહેનત  હોય છે. આજે પણ અમદાવાદ, ભરૂચ, વડોદરા, મુંબઇથી લોકો ખાસ માંજો ઘસાવવા માટે સુરત આવે છે. જોકે, લુગ્દી માંજાનો સુરતનો ભવ્ય ભાતીગળ ઇતિહાસ છે. ઉત્તરાયણ પહેલા જ માંજો ઘસવા માટે આગ્રાથી ખાસ કારીગરો સુરત આવે છે. જોકે, આ વખતે સુરતમાં માત્ર ચાર-પાંચ જગ્યાએ જ માંજો તૈયાર કરવામાં આવે છે. 

સુરતી માંજાના ભાવમાં 10 ટકાનો વધારો
દિવાળી બાદથી ઉત્તરાણ માટે માંજો તૈયાર કરવામાં આવે છે. આ વખતે સુરતી માંજાના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે, તેમ છતાં લોકો ભારે ખરીદી કરી રહ્યા છે. ઉત્તરાયણ થોડા દિવસ અગાઉ જ શહેરમાં સુરતી માંજા બનાવવાની કામગીરી શરૂ થઈ જાય છે. કાંચ અને ફેવિકોલ સહિત મિશ્રણ દ્વારા બનતો સુરતી માંજો દેશ-વિદેશમાં વખણાય છે. આ દોરીને લુગ્દીમાંથી પસાર કરીને સૂકાવા દેવામાં આવે છે, જે બાદ તેને ફિરકીમાં લપેટવામાં આવે છે. લુગ્દી માંજો કેમિકલ વિના બનતો હોવાથી ખરીદારોમાં પણ તેની ભારે માંગ જોવા મળે છે. આ ઉપરાંત સુરતી માંજા દ્વારા આકાશમાં પેચ લડાવવાની મજા પણ પતંગ રસિયાઓ માનતા હોય છે.

લોકોની પહેલી પસંદ  સુરતી માંજા તરીકે ઉતર
આમ જોવા જઈએ તો સુરતમાં બે ઉત્તરાયણ ઉજવાય છે.જેમાં ઉત્તરાયણના  પ્રથમ દિવસ બાદ લોકો બીજા દિવસે  વાસીઉત્તરાયણ તરીકે મનાવે છે. જેમાં પણ લોકોની પહેલી પસંદ  સુરતી માંજા તરીકે ઉતરી છે.જ્યાં લુગ્દી માંજાને ચોક્કસ બ્રાન્ડ તરીકે વિકસાવવામા આવે તો સુરતની ઓળખમાં વધુ એક ઉમેરો થાય તેમ છે.

લુગ્દી માંજાને ચોક્કસ બ્રાન્ડ તરીકે વિકસાવવામાં આવે તો સુરતનું નામ થઈ જાય
પતંગરસિયા જયંતી દેસાઇએ જણાવ્યું હતું કે, હું પોતે લુગ્દી દોરા લોકો માટે ઘસતા, પણ બે -ચાર રીલ ઘસીએ તો ક્મ્મર તુટી જતી. તે વખતે ચાર આના આઠ આના એવો ભાવ ચાલતો. સુરતમાં બે દિવસ ઉત્તરાયણ ઉજવાતી હતી. લુગ્દી માંજાને ચોક્કસ બ્રાન્ડ તરીકે વિકસાવવામા આવે તો સુરતનું નામ થઈ જાય.

સુરતી માંજાની ખાસિયત

 • ફેવિકોલઃ સુરતી માંજામાં ફેવિકોલ નાંખવામાં આવે છે એટલે તેની મજબૂતાઈ વધે છે. ફેવિકોલયુક્ત લુગ્દીથી જ્યારે દોરી ઘસવામાં આવે છે ત્યારે ફેવિકોલ દોરીના દરેક તાંતણાની અંદર પેસી જાય છે, અને દરેકે-દરેક તાંતણાને મજબૂત બનાવે છે.
 • પાણીઃ સુરતી માંજાને મજબૂત બનાવવા પાણી પણ જવાબદાર છે. કારણ કે, અન્ય શહેરોના પાણીમાં અમુક માત્રામાં ક્ષાર હોય છે. જે દોરી પર અસર કરે છે. બીજા શહેરોની સરખામણીમાં સુરતના પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછુ છે જે સુરતની દોરીને મજબૂત રાખે છે. પાણીમાં ક્ષાર વધુ હોય ત્યારે તે દોરીના અંદરના તાંતાણને છુટ્ટા કરી નાંખે છે.
 • અનુભવઃ જે લોકો સુરતી માંજાની ડિમાન્ડ કરે છે તેઓ અસ્સલ સુરતીઓ પાસે જ દોરી ઘસાવવાનો આગ્રહ રાખે છે. કારણ કે, ડબગર વાડ અને રાંદેર વિસ્તારમાં દોરી ઘસવાનો ફેમિલી બિઝનેસ છે. અને આ બિઝનેસ 90 વર્ષ-સો વર્ષથી પેઢીમાં ઉતરી આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો