સુરત / ક્રિપ્ટો કરન્સી કૌભાંડની ખણખોદમાં અમેરિકી એજન્સી FBIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

US agency FBI begins probe into crypto currency scandal

  • દુનિયાના 10 દેશોમાં ક્રિપ્ટો કરન્સી કૌભાંડ થયું હતું 
  • અમેરિકી કેન્દ્રીય તપાસ સમિતિએ પણ તપાસ શરૂ કરી
  • એફબીઆઈએ સીઆઇડી ક્રાઇમ પાસેથી કેટલીક મહત્ત્વની માહિતી અને પુરાવા માગ્યા

Divyabhaskar.com

Jun 12, 2019, 06:34 AM IST

સુરત: ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં ગુજરાત પોલીસની સીઆઇડી ક્રાઇમની ટીમ તો તપાસ કરી જ રહી છે પણ હવે અમેરિકી કેન્દ્રીય તપાસ એજન્સી એફબીઆઈએ પણ તપાસમાં ઝૂંકાવ્યું છે. કારણ કે આ કૌભાંડ દુનિયાના દસ દેશોમાં આચરાયું હોવાથી અમેરિકી સંસ્થાએ તપાસમાં ઝૂંકાવ્યું છે.

દુનિયાના દસ દેશોમાં કૌભાંડ
ક્રિપ્ટો કરન્સી કૌભાંડ સંદર્ભે અત્યાર સુધીમાં જે સૂત્રધારો સતીશ કુંભાણી અને સુરેશ ગોરસિયા નાસતા ફરતા હતા તે આજે મંગળવારે સુરત કોર્ટમાં હાજર થયા હતા. જે ક્રિપ્ટો કરન્સીના ગુના બાદ વિદેશ જતા રહ્યા હતા. સીઆઇડી ક્રાઇમની તપાસમાં એવી હકીકત સપાટી પર આવી હતી કે આ ટોળકીએ દુનિયાના દસ દેશોમાં આ કૌભાંડ કર્યું છે. જેના આધારે અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સી એફબીઆઈએ પણ તપાસ શરૂ કરી છે. આ બાબતે સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયા (ડીજી)નો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે એફબીઆઇની ટીમે તપાસનો પ્રારંભ કર્યો છે. કારણ કે ત્યાંથી આ કૌભાંડને લગતી કેટલીક માહિતી માંગી છે.

FBI ભારતની CBI જેવી તપાસ એજન્સી
એફબીઆઇ એટલે કે ફ્રેડરલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો. જે અમેરિકામાં કેન્દ્રીય તપાસ એજન્સી તરીકે કામગીરી કરે છે. ભારતમાં જે રીતે સીબીઆઈની ટીમ તપાસ કરે છે તે રીતે અમેરિકામાં એફબીઆઈ તપાસ કરે છે.

બિટકોઈન કૌભાંડ: 11 માસથી ભાગેડુ સતીષ કુંભાણી, સુરેશ કોર્ટમાં સરન્ડર
બિટકોઇન કૌભાંડમાં મંગળવારે નવો વળાંક આવ્યો હતો. મુખ્ય કૌભાંડી સતીષ કુંભાણી અને સુરેશ ગોરસિયાએ સેશન્સ કોર્ટ સમક્ષ સરન્ડર કર્યું હતું. બંને આરોપીઓની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી હતી. હવે બુધવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંગાશે. કેસમાં સીઆઇડીએ 5 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી ચૂકી છે.

ગત 21મી જુલાઇની ફરિયાદના મુખ્ય આરોપી સતીષ કુંભાણી(રહે. હંસ સોસાયટી, મોટા વરાછા) અને સુરેશ ગોરસિયા (રહે.સિધ્ધિપાર્ક, વરાછા) ફરિયાદના 11 મહિના બાદ મંગળવારે બપોરે 3.30 કલાકે એડવોકેટ ઝકી મુખત્યાર શેખ અને યાહ્યા મુખત્યાર શેખ મારફત કોર્ટ આવી પહોંચ્યા હતા અને સરન્ડર અરજી કરી હતી. કોર્ટે અરજી મંજૂર કરી બંનેનો કબજો સીઆઇડીને સોંપ્યો હતો.

સતીષ કુંભાણી કૌભાંડનો મુખ્ય ખેલાડી
કંપનીઓના ડિરેકટર અને પ્રમોટરોએ આરબીઆઇની મંજૂરી વગર 1.14 કરોડની ચીટિંગ કરી હતી. વરાછા ખાતે રહેતા અશ્વિન લિંબાચિયાની ફરિયાદ મુજબ તેમના પરિચિત રાજુ ધરેએ બિટકોઇન અંગે માહિતી આપી હતી અને તેના આધારે તેઓ આરોપી સતીષ કુંભાણીને મળ્યા હતા. રોજના 1.5 ટકા સુધીના વ્યાજની ઓફર હતી. આથી ફરિયાદીએ રૂપિયા 58.86 લાખ રોક્યા હતા. ફરિયાદીના અન્ય 5 મિત્રો સાથે રોકાણનો આંક 1.14 કરોડ થતો હતો. ફરિયાદીની કેપિટલ આવવાની હતી તે અગાઉ તા. 16મી જાન્યુ., 2018ના રોજ કંપનીની લેન્ડિંગ સાઇટ બંધ કરી હતી.

દિવ્યેશ ઝડપાયો હતો, સતીષ હાથમાં આવ્યો ન હતો
વર્ષ 2017માં દિવ્યેશ દરજી દુબઇથી ઝડપાઈ ગયો હતો. પરંતુ સતીષ કુંભાણી ફરાર હતો. હવે આઇટી સતીષનું સ્ટેટમેન્ટ લે એવી સંભાવના છે.

આરોપી કોણ-કોણ
માનવ ડિજિટલ માર્કેટિંગ કંપની તથા બિટકનેક્ટ તથા બિટકનેક્ટ એક્સ કંપનીના માલિક.

પ્રમોટરો અને ડાયરેકટરો
સતીષ કુંભાણી, દિવ્યેશ દરજી, ધવલ માવાણી અને સુરેશ ગોરસીયા.

X
US agency FBI begins probe into crypto currency scandal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી