તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓલપાડમાં જાહેરમાં અજાણ્યા ઈસમોએ ચાર મિત્રો પર તલવાર અને હોકી વડે હુમલો કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈજાગ્રસ્ત યુવાનોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા - Divya Bhaskar
ઈજાગ્રસ્ત યુવાનોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા
  • હુમલા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું બહાર આવ્યું
  • સિદ્ધનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા જતા હુમલો થયો

સુરતઃ ઓલપાડના માસમા ગામ નજીક જાહેરમાં કેટલાક અજાણ્યા ઈસમોએ ચાર મિત્રો પર તલવાર અને હોકી વડે હુમલો કરી ફટકારતા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. 10-12 જણા ના હાથે ઘવાયેલા ચારેય મિત્રોને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતા એકને દાખલ કરાયો હતો. ચારેય મિત્રો ઉપર હુમલા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું બહાર આવ્યું હતું. બન્ને જુથ કોસાડ આવાસના રહેવાસી અને શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દર્શન માટે મળસ્કે સિદ્ધનાથ મહાદેવના મંદિરે જવા નીકળ્યા હતા. જોકે, ઘટના બાદ ઓલપાડ પોલોસને મોડેથી જાણ કરાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોબાઇલની લૂંટ ચલાવી
મનોજ રાધેશ્યામ સહાની (ઇજાગ્રસ્ત) એ જણાવ્યું હતું કે, તેઓ ફિશિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રવિવારની રાત્રે લગભગ 12 વાગ્યા બાદ મિત્ર ચિરજીત ભુપેન્દ્ર શર્મા 18 રહે કોસાડ આવાસ તેમજ રાજા રામબાબુ યાદવ ઉ.વ. 24 અને રોશન રાજકુમાર સહાની સાથે ઓલપાડના સિદ્ધનાથ મહાદેવના મંદિરે જવા નીકળ્યા હતા. ત્યારે માસમા ગામ નજીક 6-7 બાઇક ઉપર આવેલા 10-12 ઈસમોએ તમામ મિત્રોને રસ્તામાં રોકી તલવાર, ચપ્પુના ઘા માર્યા બાદ હોકીથી ફટકાર્યા હતા. અને એક મોબાઇલની લૂંટ કરી ભાગી ગયા હતા.

હુમલાખોરો ભાગી ગયા
વધુમાં ઉમેર્યું હતું કે, જાહેરમાં હુમલો થતા જોઈ લોકોના ટોળા ભેગા થઈ ગયા જતા હુમલાખોરો ભાગી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત તમામ મિત્રોને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતા ચીરજીત ને દાખલ કરી દેવાયો હતો. હુમલો કરનાર તમામ કોસાડ આવાસના રહેવાસી અને આશિષ ઉર્ફે ચીકના, સંજય સહાની, અજિત, ઇન્ડર સહિત અને તેમના મિત્રો હોવાનું જણાવ્યું હતું. જૂની અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું અને બન્ને જૂથ સિદ્ધનાથ મહાદેવના દર્શને જઇ રહ્યા હોવાનું મનોજે જણાવ્યું હતું.