તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું- ‘Jnuમાં હિંસા કરનારાઓએ સુરતના વિદ્યાર્થી પાસેથી કંઈક શીખવું જોઈએ’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સ્મૃતિ ઈરાનીએ સુરતના યુવાનોના કાર્યને બિરદાવ્યું
 • સુરતના યુવાનો નિતનવા કાર્યક્રમો કરે છે-સ્મૃતિ ઈરાની

સુરતઃકેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે આવ્યાં છે. શહેરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા સ્મૃતિ ઈરાનીએ સુરતના વિદ્યાર્થીઓ અને યુવકો દ્વારા થતાં રચનાત્મક કામો અને કાર્યક્રમોના ભરપેટ વખાણ કરતાં જેએનયુના વિદ્યાર્થીઓને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે,જેએનયુના વિદ્યાર્થીઓએ સુરતના યુવકો પાસેથી કંઈક શીખ મેળવવી જોઈએ. દેશ યુવકોના રચનાત્મક કાર્યો અને કાર્યક્રમોથી આગળ વધી શકે છે.

ડુમસ બીચની સફાઈ કરાઈ
સવારના સમયે ડુસમ બીચ પર યુવકો દ્વારા સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાજર રહીને યુવકોના કાર્યને બિરદાવ્યું હતું. સાથે જ જેએનયુના મુદ્દાને આવરી લેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે એક તરફ યુવકો હિંસા તરફ વળ્યા છે તેમ કહી જેએનયુના વિદ્યાર્થીઓને સંબોધી કહ્યું હતું કે, જેએનયુના વિદ્યાર્થીઓએ સુરતના વિદ્યાર્થીઓ અને યુવકો પાસેથી કંઈક શીખવું જોઈએ. જે લોકો હંગામો કરી રહ્યા છે તેઓએ સુરત પાસેથી સારૂ શીખવું જોઈએ. સુરતના યુવાનો હંમેશા રચનાત્મક સારા કાર્યક્રમો કરે છે. ત્યારે જેએનયુ સુરત પાસેથી કંઈક શીખે તેવી સલાહ પણ સ્મૃતિએ આપી હતી.

સીએએને લઈને કાર્યક્રમો
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત ખાતે જુદાજુદા ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. મહિલાઓ અને યુવકો સાથે મળીને સવારે ડુમસની સફાઈ કરી હતી. બાદમાં સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે મક્કાઈપૂલ ખાતે સ્વામિ વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

નિર્ણય નહીં બદલાઈ
સીએએ મુદ્દે બુધ્ધિ જીવીઓ સાથે સંવાદનો કાર્યક્રમ અને રાષ્ટ્રહિત સર્વોપરિતાને લઈને લેવાયેલા સીએએન નિર્ણય માટેના જનજાગૃતિ અભિયાનમાં પર પ્રબુધ્ધ નારિક સંમેલન સુરત મોઢ વણિક પંચની વાડીમાં સંબોધતા સ્મૃતિએ વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે,રાષ્ટ્રહિતમાં લેવાયેલો નિર્ણય નહીં બદલાય જેને જે કરવું હોય તે કરે..

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો