તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીન-થાઇલેન્ડથી સુરત પરત ફરેલા બે શંકાસ્પદ સિવિલમાં ઓબ્ઝર્વેશન હેઠળ, રસ્તા પર થૂંકનારાને હવે 250નો દંડ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરોન્ટાઇન વોર્ડની તસવીર - Divya Bhaskar
કોરોન્ટાઇન વોર્ડની તસવીર
  • મેયર-કમિશનર-કલેક્ટર-IMA-જીપીએના તબીબો-ધારાસભ્યો-આરોગ્ય ટીમની સંયુક્ત બેઠક મળી
  • કોરોન્ટાઈન વોર્ડ 100 બેડનો થયો, પાલિકા કર્મીઓની બાયો મેટ્રિક એટેન્ડન્સ 31 માર્ચ સુધી મુલતવી

સુરતઃ સુરતના વધુ 2 શંકાસ્પદ વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે અને સેમ્પલ રિપોર્ટ માટે અમદાવાદ મોકલ્યા છે.  જ્યારે પાલિકા કમિશનર દ્વારા જાહેર રસ્તાઓ પર થૂંકનાર વ્યક્તિને હવે 100 ને સ્થાને 250 દંડ કરી દેવાયો છે. સાથે સાથે તમામ પ્રાઇવેટ કેબ-કાર અને ઓટો રીક્ષા, સીટી-બીઆરટીએસ બસોના પેસેન્જરને તથા સ્કૂલોમાં બાળકોને કોરોના વાયરસની માહિતી માટે પ્રચાર-પ્રસાર કરાશે. 

ખાસી અને શરદીના લક્ષણો જણાતા ઓબ્ઝર્વેશન હેઠળ
ચીન, કંબોડીયા, મલેશિયા, થાઈલેન્ડ અને બાલીના પ્રવાસથી પરત આવેલા બે વ્યક્તિને ખાંસી અને શરદી જણાતા આરોગ્ય તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. રાંદેર રોડ વિસ્તારમાં રહેતો  40 વર્ષીય વ્યક્તિ ચીન અને કમ્બોડિયાની મુલાકાત લીધા બાદ સુરત પરત આવ્યો હતો. આવી જ રીતે અન્ય એક વ્યક્તિએ પણ મલેશિયા, થાઈલેન્ડ અને બાલીની મુલાકાત લીધી હતી અને સુરત આવ્યા બાદ ખાસી અને શરદીના લક્ષણો જણાતા સિવિલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે.

સર્વેલન્સની કામગીરી કરવાના આદેશ અપાયાં
કોરોનાના વધતાં જતાં કહેર ને પગલે મહાપાલિકા કમિશનરે શહેરના તમામ સ્વિમિંગ પુલોને 31 માર્ચ સુધી બંધ કરી દીધા છે. જાહેર રસ્તાઓ પર થૂંકનાર વ્યક્તિને હવે 100 ને સ્થાને 250 દંડ કરી દેવાયો છે. પાલિકા કર્મીઓ એક સાથે ભેગા ન થાઈ તે માટે બાયોમેટ્રીક એટેન્ડન્સ સીસ્ટમથી હાજરી પુરવાનું પણ મહિનાના અંત સુધી સ્થગિત કરાયું છે. તમામ પ્રાઇવેટ કેબ-કાર અને ઓટો રીક્ષા, સીટી-બીઆરટીએસ બસોના પેસેન્જરને તથા સ્કૂલોમાં બાળકોને કોરોના વાયરસની માહિતી માટે પ્રચાર-પ્રસાર કરાશે. તમામ વિભાગો-ઝોને સાથે મળી સંકલનમાં રહી સર્વેલન્સની કામગીરી કરવાના આદેશ અપાયાં છે.

એડવાઈઝરી પ્રમાણે કડક પગલાંઓ ભરવા આદેશ
કોરોના (COVID-19) વાયરસ અંગે મહાપાલિકા ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં, મેયર, કમિશનર, કલેક્ટર, ધારાસભ્યો, ઈન્ડિયન મેડિકલ અને પિડિયાટ્રીક એસોસિયેશનના તબીબી અગ્રણીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે કોરોના અંગે જારી એડવાઈઝરી પ્રમાણે કડક પગલાંઓ ભરવા આદેશ આપવામાં આવ્યાં છે.    

70 હજાર લોકોએ કોરોના અંગે સર્ચ કર્યું
સાયબર એક્સપર્ટ મીત શાહના જણાવ્યા મુજબ સુરતમાંથી દિવસભરમાં 60 થી 70 હજાર લોકો કોરોના અંગે સર્ચ કરીને વિવિધ માહિતી સર્ચ એન્જિન મારફતે મેળવી રહ્યા છે. કાલી વિનસ નામની હેકિંગ સિસ્ટમ આવે છે. જેમાં ઈન્ફો ગેધરિંગ પર સુરતનું લોકેશન નાંખી કોરોના સબંધિત કી-વર્ડને ફીડ કરાય છે. જે ગુગલના ડેટાબેઝ પર મોકલવામાં આવે છે અને ત્યાંથી ડેટા મેળવવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો