સુરત / ઉકાઈ ડેમ છલોછલ, સપાટી 345.03 ફૂટ પર પહોંચી, હજુ પણ પાણીની આવક થઈ રહી છે

ઉકાઈ ડેમમાં પાણીની આવક અને જાવક સરખી કરાઈ
ઉકાઈ ડેમમાં પાણીની આવક અને જાવક સરખી કરાઈ

  • વર્ષ 2006ના ભયંકર પૂર બાદ અને 13 વર્ષ પછી ઉકાઇ ડેમ 100 ટકા ભરાયો

Divyabhaskar.com

Oct 10, 2019, 10:29 AM IST

સુરતઃ આ વર્ષે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સંપૂર્ણ ભરાઈ ગયો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 345.03 ફૂટ નોંધાઈ છે. જ્યારે ઉકાઈ ડેમમાં હાલ પણ 6 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી આવકની સામે જાવક કરવામાં આવી રહી છે.

જીવંત સંગ્રહ ક્ષમતા 6729 એમસીએમ જેટલું પાણી

વર્ષ 2006ના ભયંકર પૂર બાદ અને 13 વર્ષ પછી ઉકાઇ ડેમ 100 ટકા ભરાયો છે. ચાલુ સિઝનમાં મહારાષ્ટ્ર તથા એમપીના રેઇનગેજ સ્ટેશનોમાં ભારે વરસાદથી ઉકાઇ ડેમ સાથે તાપીના ઉપરવાસના તમામ ડેમો પણ છલોછલ થઇ ગયા છે. ઉકાઇની હાલ સપાટી 345.03 ફૂટ છે. હાલમાં ડેમમાં કુલ જીવંત સંગ્રહ ક્ષમતા 6729 એમસીએમ જેટલું પાણી છે. આગામી બે વર્ષ સુધી સુરત શહેર-જિલ્લા સાથે દ.ગુમાં પીવા સાથે સિંચાઇના પાણીની તકલીફ નહીં પડશે. હથનૂર ડેમ પણ 99 ટકા સુધી ભરાઇ ગયો છે. ભયજનક 214 મીટરના લેવલ સામે હાલમાં 213.850 મીટર સપાટી છે.

X
ઉકાઈ ડેમમાં પાણીની આવક અને જાવક સરખી કરાઈઉકાઈ ડેમમાં પાણીની આવક અને જાવક સરખી કરાઈ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી