સુરત / ઉકાઈ ડેમ 345 ફૂટે પહોંચતા ખેતરો ડૂબ્યાં, ખેડૂતોએ ડાંગરની કાપણી હોડી લઈ કરી

ડાંગરની કાપણી હોડી લઈ કરી
ડાંગરની કાપણી હોડી લઈ કરી

Divyabhaskar.com

Nov 09, 2019, 01:54 AM IST

સુરત: ઉકાઇ ડેમના કારણે તાપી નદીના ભરાવાના પાણી ભરાતા ઉચ્છલ-નિઝર-કુકરમુડા તાલુકાના પુન:વસવાટના અંદાજિત 20થી વધુ ગામોની જમીન પર ફરી વળ્યાં છે.

જોકે, છેલ્લાં 4 વર્ષથી ડેમની સપાટી ઓછી રહેતા ખેડૂતો દર વર્ષે ચોમાસુ સિઝનમાં ડાંગર અને જુવાર જેવા પાકોની વાવણી કરી હતી, પરંતુ ચાલુ વર્ષમાં ડેમની સપાટી પૂર્ણ 345 પર પહોંચી જતા વાવણી કરેલ તૈયાર પાકોમાં પાણી ફરી વળ્યા હતા, ડેમનું પાણી ઓછુ નહી થતાં આખર તૈયાર પાકો ખેડૂતો છેલ્લાં 4 વર્ષથી ખેતરમાંથી કાપીને બળદગાડા કે ટ્રેકટરમાં ભરીને લાવતા હતા, જે આ ‌વખતે હોડીમાં ભરીને ખેતરમાંથી બહાર કાઢવાની ફરજ પડી છે. ખેડૂત ભાનુદાસ ગામીત જણાવે અમારી જમીન તાપી નદીના કિનારે હોવાથી ઉકાઈ ડેમ પૂરો ભરાય જતાં તૈયાર પાકમા પાણી ફરી વળતા કાપીને હોડીમાં ભરીને ખેતરમાંથી બહાર કાઢવો પડે છે.

X
ડાંગરની કાપણી હોડી લઈ કરીડાંગરની કાપણી હોડી લઈ કરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી