તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાનના કુખ્યાત રણવીરસિંહ ચૌધરીની હત્યામાં સુરતના પાલનપુર પાટીયાથી બે યુવકોની ધરપકડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘટના સ્થળની તસવીર અને મૃતકની ફાઈલ તસવીર - Divya Bhaskar
ઘટના સ્થળની તસવીર અને મૃતકની ફાઈલ તસવીર
  • ગેંગવોરમાં 17 રાઉન્ડ ફાયરિંગ કરી રણવીરસિંહની હત્યા કરાઈ હતી
  • રાજસ્થાન, સુરત અને નવસારી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું

સુરતઃ રાજસ્થાનના કોટામાં ગેંગવોરમાં ભાનુ અને શિવરાજ ગેંગ સાથે જોડાયેલા રણવીરસિંહ ચૌધરીની ગત 23 ડિસેમ્બરના રોજ 17 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. હત્યામાં વપરાયેલી સ્કોર્પિયો કાર પોલીસ કબ્જે કરી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બે આરોપીઓ સુરત તરફ ભાગ્યા હોવાની જાણ થઈ હતી. જેથી રાજસ્થાન, સુરત અને નવસારી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરતના પાલનપુર પાટીયા નજીક આવેલા દિનદયાળ વિસ્તાર આવેલા શુભમ એપાર્ટમેન્ટના બીજા માળેથી બે યુવકની ધરપકડ કરી છે. બંને યુવકનો હાલ નવસારી લઈ જવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઘટના શું હતી?
કોટા વિસ્તારમાં આવેલા મહાવીરનગરમાં રણવીરસિંહ ચૌધરી રહેતો હતો અને ભાનુ અને શિવરાજ ગેંગનો લીડર હતો. રણવીર સામે 16 જેટલા ગુનોએ પણ નોંધાયેલા છે. રણવીર ઘણીવાર સવારે અને સાંજે શ્રીનાથપુરમ સ્ટેડિયમ જતો હતો. ગત 22મી ડિસેમ્બરના રોજ સ્ટેડિયમ ગયો હતો. રણવીર સ્ટેડિયમના મેઈન દરવાજા પર પહોંચ્યો ત્યારે એક સફેદ કલરની સ્કોર્પિયો કારમાંથી 6 જેટલા હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં ગોળીઓ રણવીરના શરીરમાં ઘૂસી ગઈ હતી. જેથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા 6 જેટલાની સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસનો મોટો કાફલો હથિયાર સાથે પહોંચતા સમગ્ર વિસ્તારમાં લોકો ચોંકી ઉઠ્યા
સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા દિનદયાળ વિસ્તાર આવેલા શુભમ એપાર્ટમેન્ટના બીજા માળે વહેલી સવારે રાજસ્થાન, નવસારી અને સુરત પોલીસનો મોટો કાફલો હથિયાર સાથે પહોંચતા સમગ્ર વિસ્તારમાં લોકો ચોંકી ઉઠ્યા હતા. પોલીસ બુલેટફ્રુપ જેકેટ અને હથિયારો સાથે સમગ્ર વિસ્તારને ધેરીને એક મકાનમાંથી રાજસ્થાનના રણવીરસિંહ ચૌધરીની હત્યામાં સંડોવાયેલા બે યુવકોને ઝડપી પાડ્યા હતા. જોકે પકડાયેલ આરોપીની પોલીસ પૂછપરછ શરૂ કરી છે અને આ ઈસમની હત્યા કોના કહેવા પર કરવામાં આવી તે દિશાના તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો